________________
૫
બધા ફોર્મ મેકલાવી આપેલા તે તેઓશ્રીએ શ્રમ લઈ કાળજીપૂર્વક તપાસી સુધારી મોકલાવી આપેલ છે તે માટે તેઓ સાહેબનો આ સ્થળે આભાર વ્યક્ત કરું છું. અને તેમના તરફથી જે લખાણ અને અભિપ્રાય આવ્યો છે તે આ નીચે પ્રકટ કરેલ છેઃ
સ્થલ તણસા, તા. ૨૬-૯-પર * તત્ત્વગષક, જ્ઞાનોપાસક સુશ્રાવક શ્રી શંકરલાલ ડાહ્યાભાઈ ' યોગ્ય લાગણીપૂર્વક ધર્મલાભ વાંચશો. * * - , ‘તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા” તમેએ મોકલેલ બધા ફર્મા
સુધારીને મોકલાવેલ છે, તે પ્રમાણે શુદ્ધિપત્રકમાં લેશો. તમારે જ્ઞાનસેવાનો આ પ્રયાસ વારંવાર સ્તુત્ય છે. તત્ત્વજ્ઞાનના ફેલાવા માટે આ પ્રયાસ વિદ્વાનમાત્રને અનુમોદનીય ગણાય. ઊંડા તત્ત્વજ્ઞાનના આવા સુલભ બધી પ્રયાસ બદલ તમોને મારા તરફથી તે અભિનંદન જ છે, પરંતુ સૌઈ તત્ત્વપિપાસુએ અભિનંદન પાઠવવા ઘટે છે.
- ' મારે અભિપ્રાય
“તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા” નામક આ પુસ્તકમાંની • વિઠગ્ય પ્રશ્નોત્તરી વાંચી અનહદ આનંદ થયો છે. દશપૂર્વધર
* ભગવંત શ્રી ઉમાસ્વાતિ વિરચિત શ્રી તત્વાર્થસૂત્ર જેવા દ્રવ્યાનુયોગના
અતિ ગહન ગ્રંથમાંના એકેક સુત્રના પ્રૌઢ, ગંભીર અને વિશાળ અર્થોને ઉત્તમ કોટિની સાવ સહેલી ભાષામાં સરલ પ્રશ્નોત્તરીનું ઉત્તમ સ્વરૂપ આપવાપૂર્વક બાલભોગ્ય પણ બનાવી દેવાનું માન ખાટવામાં તમારે નંબર પ્રથમ જ હશે, એમ મારું નમ્ર મંતવ્ય છે. - તત્ત્વાર્થ જેવા ગંભીર અને સર્વમાન્ય દિવ્યાનુયોગને આવી સુંદર અને સરળ પદ્ધતિએ પીરસીને આ પુસ્તકરત્નમાં તમે ઊંડી અનુભવકુશળતાનું પ્રદર્શન ભર્યું છે, જ્ઞાનપિપાસુઓને અમૃત પીરસ્યું છે,
વિદ્યાર્થી આલમને આશીર્વાદ વરસાવ્યા છે અને દરેક જૈન સંસ્થા - - અને પાઠશાળાઓની ભૂખ ભાંગી છે, એમ મને અંતરથી ભાસે છે.