________________
વાંચી સુધારા કરવાના સ્થળે સુધારા કર્યા હતા. આ માટે તેમ આ. પુસ્તક અંગે બે બાલ લખવા માટે હું તેમને ઘણો આભારી છું. આવી રીતે અને તેથી મારા આવા દરેક કામમાં પૂરતી મદદ કરે છે. અને ભારે નગ્ન સત્ય તરીકે જણાવવું જોઈએ કે આવા કાર્યોમાં મને તેમની હૂંફ ના હેત તો અત્યારે જે કંઈ યત્કિંચિત તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં હું પ્રગતિ કરી રહ્યો છું તે ભાગ્યે જ કરી શકત. આ માટે તેમને પુનઃ આભારી છું.
પુસ્તકના અમુક ફર્મા છપાયા બાદ તે લઈ હું શ્રીયુત પ્રસન્નમુખ બદામીસાહેબ-જજ, જે.પી., જેઓ ધાર્મિક જ્ઞાનના નિષ્ણાત છે, સંસ્કૃતમાં ડું જ્ઞાન ધરાવે છે. આ તત્ત્વાર્થ તો તેમણે સંસ્કૃત ટીકા સાથે ઘણી વખત વાંચ્યું છે. વળી તત્ત્વાર્થ જ્યારે મહાવીર વિદ્યાલયમાં ચાલતું ત્યારે તેમણે કેટલી. એ વખતે તેની પરીક્ષા પણ લીધી છે. તેમની પાસે જઈ આમુખ લખવા વિજ્ઞપ્તિ કરી ત્યારે તેમણે તે બાબત ખુશીથી હા પાડી; અને આમુખ લખ્યું છે જે મનનપૂર્વક વાંચવા હું વાચકવૃંદને વિનવું છું. જેમને એક સમયની પણ કિંમત છે, તેમના જેવાએ આમુખ લખી આપ્યું તેનાથી અધિક આનંદ મને બીજો કયો હોઈ શકે ? આ માટે તેઓશ્રીને આ સ્થળે આભાર પ્રદર્શિત કરું છું.
તેઓશ્રીએ છાપેલા ફર્યા વાંચ્યા બાદ જે કંઈ અમલી સૂચનાઓ કરી છે. તે શુદ્ધિપત્રકમાં મૂકેલી છે, તે માટે પણ તેઓ સાહેબનો આભાર માનું છું.
પરમ પૂજ્ય શાસનરન પં. ધુરંધરવિજયજી ગણું પ્રખર જ્ઞાની પરમશ્રત શાસનપ્રભાવકે પણ મને આમાં પોતાના જ્ઞાનનો ફાળો આપે છે તે જણાવતાં અતિ હર્ષ થાય છે. પુસ્તક આદિથી અંત સુધી વાંચી જે કંઈ સુધારણ સૂચવેલ તે શુદ્ધિપત્રકમાં પ્રકટ કરેલ છે. જેથી તેઓ સાહેબને ઉપકાર માનું છું. - ' શાસનટધારક પૂજ્યશ્રી હંસસાગરજી મહારાજને આ પુસ્તકના