________________
વિષય-દર્શન
પ્રથમ અધ્યાય
પૃષ્ઠ ૧ થી ૫૯ સુધી પ્રથમ અધ્યાયમાં જ્ઞાન સાથે સંબંધ રાખનારી મુખ્ય બાબતો આઠ છેઃ (૧) નય અને પ્રમાણુરૂપે જ્ઞાનનો વિભાગ, (૨) મતિ આદિ આગમ પ્રસિદ્ધ પાંચ જ્ઞાન અને તેમની પ્રત્યક્ષ-પરોક્ષ બે પ્રમાણમાં વહેંચણી, (૩) મતિજ્ઞાનની ઉત્પત્તિનાં સાધનો, તેમનો ભેદ, પ્રભેદ અને તેમની ઉત્પત્તિને ક્રમ સુચવતા પ્રકારો, (૪) જન પરંપરામાં પ્રમાણ મનાતા આગમશાસ્ત્રનું શ્રુતજ્ઞાનરૂપે વર્ણન, (૫) અવધિ આદિ ત્રણ દિવ્ય પ્રત્યક્ષો અને તેમના ભેદ-પ્રભેદ તથા પારસ્પરિક અંતર, (૬) એ પાંચ જ્ઞાનનું તારતમ્ય જણાવતો તેમને વિષયનિર્દેશ અને તેમની એકસાથે સંભવનીયતા, (૭) કેટલાંક જ્ઞાન ભ્રમાત્મક પણ હોઈ શકે છે, અને જ્ઞાનની યથાર્થતા તથા અથાર્થતાનાં કારણે, (૮) નયના ભેદ-પ્રભેદો. અધ્યાય રે
પૃષ્ઠ ૬૦ થી ૧૧૪ સુધી બીજા અધ્યાયમાં (૧) જીવતત્ત્વનું સ્વરૂપ. (૨) સંસારી જીવન પ્રકારે, (૩) ઇન્દ્રિયનાં ભેદ-પ્રભેદો, તેમનાં નામ, તેમના વિષયો અને જીવરાશિમાં ઈન્દ્રિયોની વહેંચણી. (૪) મૃત્યુ અને જન્મ વચ્ચેની સ્થિતિ. (૫) જન્મના અને તેનાં સ્થાનોના પ્રકારો તથા તેમની જાતિવાર વહેંચણી. (૬)શરીરના પ્રકારે, તેમનું તારતમ્ય, તેમના સ્વામીએ અને એકસાથે તેમનો સંભવ, (૭) જાતિઓનો લિંગ-વિભાગ અને ન તૂટી શકે એવા આયુષ્યને ભેગવનારાઓને નિર્દેશ. . .