________________
.
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા આ પ્રશ્નઃ અપાદ્ધ પુગલ પરાવર્ત એટલે શું?
ઉત્તર: અર્ધ પુગલ પરાવર્તિમાં થોડે કાળ ઓછો હોય તે અપાદ્ધ પુગલ પરાવર્ત છે. - પ્રશ્નઃ ભાવ એટલે શું?
ઉત્તર અવસ્થા વિશેષ. સમ્યક્ત્વ ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એ ત્રણ અવસ્થાવાળું હોય છે. એ ભાવ સમ્યફવના આવરણભૂત દર્શન મેહનીય કર્મના ઉપશમ, ક્ષયપશમ અને ક્ષયથી ઉત્પન્ન થાય છે. એ ભાવ વડે સમ્યક્ત્વની શુદ્ધિનું તારતમ્ય જાણું. શકાય છે. પશમિક કરતાં સ્થિતિની અપેક્ષાએ લાયોપથમિક અને ક્ષાપશમિક કરતાં ક્ષાયિક ભાવવાળું સમ્મફત ઉત્તરોત્તર વિશુદ્ધ અને વિશુદ્ધતર હોય છે. ઉપરના ત્રણ ભાવ ઉપરાંત બીજા બે
ભાવો પણ છે. ઔદયિક અને પરિણામિક. આ ભાવોમાં સમ્યફત્વ - હાતું નથી. અર્થાત દર્શન મેહનીયની ઉદયાવસ્થામાં સમ્યફત્વનો
આવિર્ભાવ થઈ શકતો નથી. એવી રીતે સમ્યક્ત્વ અનાદિકાળથી , જીવની પેઠે અનાવૃત અવસ્થામાં પ્રાપ્ત થતું ન હોવાથી પારિણમિક એટલે સ્વાભાવિકપણું નથી.' આ પ્રશ્ન : અલ્પ બહુર્વ એટલે શું ? .
: ઉત્તર ઓછાવત્તાપણું. પૂર્વોક્ત સમ્યફ કહ્યા તેમાં, ઔપશમિક સમ્યક્ત્વ સૌથી ઓછું છે. ઔપશમિક સમ્યક્ત્વથી-લાયોપ- શમિક સમ્યક્ત્વ અસંખ્યાતગણું અને ક્ષાપશમિક સમ્યક્ત્વથી સાયિક સમ્યક્ત્વ અનંતગણું છે. ક્ષાયિક સમ્યફત્વ અનંતગણું હોવાનું કારણ એ છે કે એ સમ્યત્વ સમસ્ત મુક્ત જીવોમાં હોય છે, અને એ
મુક્ત જીવો અનંત છે. ' - સમ્યગ જ્ઞાનના ભેદો : ''
मतिश्रुतावधिमनःपर्यायकेवलानि ज्ञानम् । ९।
',