________________
૧૮.
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
કેટલાક પર્યાયને જાણે છે, અને મન:પર્યાય જ્ઞાન મનના સર્વે પર્યાયતે પ્રત્યક્ષથી જાણે, પણ બીજાં દ્રવ્યને ન જાણે માટે આ બંને જ્ઞાનને દેશપ્રત્યક્ષ કહ્યું છે, કારણ કે તે દેશથી વસ્તુને જાણે છે, સર્વથી નિહ
કેવળજ્ઞાન, જીવ તથા અજીવ, રૂપી તથા અરૂપી સર્વ લાંકાલેાકના ત્રણ કાલના ભાવને પ્રત્યક્ષથી જાણે માટે સર્વપ્રત્યક્ષ કહીએ. મતિજ્ઞાન તથા શ્રુત-જ્ઞાન એ મેં અસ્પષ્ટ જ્ઞાન છે, એટલે પરાક્ષ જ્ઞાન છે તથા કેવળજ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે.
પરોક્ષ પ્રમાણના ચાર ભેદ છે: (૧) અનુમાન, (૨) ઉપમાનપ્રમાણ, (૩) આગમ-પ્રમાણ અને (૪) અર્થપત્તિ-પ્રમાણ,
"
ચિહ્ન કરીને જે પદાર્થને એાળખા તેને લિંગ કહીએ. તેનાથી (લિંગથી) જે જ્ઞાન થાય તે અનુમાન-પ્રમાણ જાણવું, અર્થાત્ લિંગને દેખીને જે વસ્તુના નિર્ધાર કરવા તે અનુમાન-પ્રમાણ છે. દાખલા તરીકે ગિરિ ઝહિર(ગુકા)ને વિષે ધૂત્ર(ધુમાડા)ની રેખા જેષ્ઠ અનુમાન કરવું કે પર્વતઃ અગ્નિ સહિત છે. તે પક્ષ તથા સાધ્ય કહેવા. આમાં પક્ષ તે પર્વત છે અને સાઘ્ય તે અગ્નિ છે.
જેમ રસડાને વિષે રસેઆએ ધૂમ્ર તથા અગ્નિને ભેળાં દીઠાં, ત્યાં નિશ્ચેથી અગ્નિ જ છે એવી વ્યાપ્તિ નિર્ધારીને નાન કરવું તે શુદ્ધ અનુમાન-પ્રમાણ કહીએ,
સરખાવેલપણે અજાણી વસ્તુનું જે જાણપણું થાય તેને ઉપમાન પ્રમાણ જાણવું. જેમ ગેા કહેતાં ખળદ તેમ ગવયવ કહેતાં ગવે (ગાય) એ ગે સરખું જે ગવયવનું જ્ઞાન થયું તે ઉપમા-પ્રમાણ જાણવું. કાઈ કુળરૂપ લિંગે કરીને જે અજાણ્યા પદાર્થને નિર્ધાર કરીએ: તે અર્થપત્તિ-પ્રમાણ કહીએ. જેમ દેવદત્તનું શરીર પુષ્ટ છે, પણ તે દેવદત્ત દિવસને જમતે નથી તે માટે અર્થપત્તિથી જાણીએ કે તે રાત્રે જમતા હશે તેથી શરીર પણ છે.