________________
૧ર
તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા સાધન–કારણ
ધર–આધાર , સ્થિતિ_કાળમર્યાદા
વિધાનતઃ–પ્રકારથી સ-સત્તા
સંદયા–સંખ્યા ક્ષેત્ર–કાકાશ
સ્પર્શન–નિવાસસ્થાનરૂપ-સ્પર્શાવેલા જા –સમય
માતર—વિરહાકાલ માવ–અવસ્થા વિશેષ ૩ઘag –ઓછાવત્તાપણા વડે " –અને
સૂત્રાર્થઃ (૭) નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાનથી તથા (૮) સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબદુત્વથી સમ્યગ દર્શનાદિ વિષાનું જ્ઞાન થાય છે. .
* વિશેષાર્થ-સમજૂતી પ્રશ્નઃ વિચારણા દ્વાર એટલે શું?
ઉત્તરઃ શાસ્ત્રોમાં તેમને અનુગદ્વાર કહ્યાં છે. કેઈ પણ વસ્તુના પ્રશ્નો પૂછવાથી અને પ્રશ્નોના અનુકૂળ જવાબ મળવાથી તે વસ્તુમાં પ્રવેશ થાય છે. આથી ઉપરોક્ત વિચારણા-ધારો બતાવ્યાં છે. અનુયોગને અર્થ એ છે કે અનુયોગ એટલે વ્યાખ્યા કે વિવરણ અને તેનાં દ્વારે તે પ્રશ્નો.
પ્રશ્નઃ આ અનુયાગ-ધારે વિગતથી સમજાવો
ઉત્તર : નિર્દેશઃ એટલે સ્વરૂપ. તત્વ તરફ ચિ એ સમ્યમ્ - દર્શનનું સ્વરૂપ છે. ' . . - સ્વામિત્વ: આધિકારિત્વ. સમ્યગ દર્શનનો અધિકારી છવું જ છે, અજીવ નહિ; કેમકે તે જીવનને જ ગુણ છે.
સાધનઃ કારણ દર્શન મેહનીય કર્મનો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય-એ ત્રણે સમ્યગ દર્શનનાં અંતરંગ કારણો છે. તેનાં બહિરંગ કારણો અનેક છે. જેવા કે શાસ્ત્રજ્ઞાન, જાતિસ્મરણ, પ્રતિભાદર્શન, સત્સંગ ઈત્યાદિ.