________________
૨૨ ચાલતી)ની વાર્ષિક પરીક્ષા લેવાનું મને કહ્યું, અને મેં તેને સાકાર કર્યો. પરીક્ષા લીધા પછી જે આગળ અભ્યાસવાળી પાંચસાત બહેને હતી તે આવડતવાળી અને ભણવામાં ચીવટ અને ખેતવાળી લાગી. આથી તસ્વાર્થનું અત્રે શિક્ષણ આપવાની મારી ઈચ્છા ઉદ્ભવી; જેથી સંસ્થાની હેડશિક્ષિકા જેમનું નામ બાઈ ચંપા છે, ઉમ્મરમાં પણ આધેડ છે, એમનું જીવન પણ આદર્શ તુલ્ય છે, ધાર્મિક અભ્યાસ પણ ઘણો સારો છે અને અનુભવી છે, તેમ હેડશિક્ષિકા તરીકે જે કડપ અને શિસ્તના નિયમોનું પાલન જોઈએ તે પણ તેમનામાં લાગ્યું. આથી મારી ઈચ્છા પ્રથમ મેં તેમને જણાવી અને કહ્યું કે “તમારી સંમતિ હોય તે દર અઠવાડીએ એક કલાક તમારી પાઠશાળામાં તત્ત્વાર્થ શીખવવા આવવાની મારી ઈચ્છા છે. ત્યારે તેમણે કહ્યું કે, ઉપરીઓની ઇચ્છા હોય તે મને તો તેમાં ઘણી ખુશી ઊપજે છે. તેમનો અભિપ્રાય જાણ્યા બાદ મેં શ્રીયુત ફતેચંદભાઈ ઝવેરચંદ જેઓ તે શાળાના સંચાલક છે તેમને વાત કરી. તેમણે પણ તેમની તે પ્રતિ પ્રસન્નતા દાખવી અને મને કહ્યું કે આ બાબત આપણે શેઠ જીવતલાલભાઈને વાત કરીએ. આથી હું અને તેઓ એક દિવસ શેઠ જીવતલાલભાઈ પ્રતાપશીભાઈ પાસે ગયા, અને તેમણે મારી ઈચ્છા તેમને જણાવી. ત્યારે તેમણે કહ્યું કે “આવા વલંટિયર ભણાવનાર મળે તે તે બહુ સારી વાત છે. ત્યારથી મેં પાઠશાળામાં જવાનું ચાલુ કર્યું તે અદ્યાપિ પર્યત જાઉં છું. શરૂઆતમાં. હું દર રવિવારે બરને બેથી ત્રણના ટાઈમમાં જતો હતો. પરંતુ રવિવારને દિવસ હોવાથી, તેમ હું કેટમાં રહેતા હોવાથી, તેમ પાઠશાળા બંધ થવાને ટાઈમ ત્રણ વાગે હોવાથી મને ઘણું અગવડ પડવા લાગી; તેથી શેઠ મણિલાલ વાડીલાલ નાણાવટી જેમને ત્યાં હું રહું છું તેમને મેં તે અગવડો જણાવી. ત્યારે તેમણે કહ્યું કે તમે રવિવારે ન જતાં દર શુક્રવારે આપણું ક્રિસના ટાઈમમાં બેથી ત્રણ ખુશીથી ભણા
|