________________
ગ્રંથ વિદ્યાર્થીઓને ખાસ કરીને ઉપયોગી થાય તે દષ્ટિએ વાંચીવિચારી તૈયાર કરવાને સુંદર રસ લઈ રહ્યા છે, જેમાંથી સ્યાદ્વાદમસમીક્ષા ગ્રંથ પ્રકાશિત થઈ ગયું છે. પ્રસ્તુત તસ્વાર્થને એક વિભાગ પ્રકાશિત થાય છે, દ્વિતીય વિભાગ પ્રકાશિત થશે તેમજ સાત નય અને સપ્તભંગી ઉપરની પુસ્તિકા તૈયાર કરે છે, તેમના આ પ્રશસ્ય પ્રયાસને અભિનંદન આપું છું અને તેઓ સવિશેષપણે આવાં અન્ય તાત્ત્વિક પુસ્તકોનાં પ્રકાશન કરતા રહે તેમ ઈચ્છું છું. ઉપરાંત સ્યાદવાદમતસમીક્ષા તથા પ્રસ્તુત પુસ્તક વિદ્યાર્થીઓ માટે પાઠશાળા
માં અભ્યાસ માટે ચલાવાય તે માટે નમ્ર સૂચના કરું છું. અને શ્રીમદ્ ઉમાસ્વાતિવાચકજી કૃત તત્ત્વાર્થની પજ્ઞ કારિકામાંથી તત્વાર્થના પરમાર્થને સૂચવત મંગલમય શ્લોક સાદર કરી વિરમું છું.
... जन्मनि कर्मक्लेशैरनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । ... कर्मक्लेशाऽभावो यथाभवत्येष परमार्थः ।।
- “કર્મોરૂપ કલેશોથી સંકલિત આ માનવજન્મમાં એવી રીતે પુરુવાર્થ કરો જેથી કર્મ કલેશન (સંપૂર્ણ) અભાવ થાય–આ પરમાર્થ છે.”
મુંબઈ * સં. ૨૦૦૮ ભાદ્રપદ શુકલ એકાદશી કહુચેદ ઝવેરભાઈ સ્વ. જગદગુરુ શ્રીમદ્ હીરવિજયસૂરિજી - સ્વર્ગારોહણ મંગલમય તિથિ