________________
૧૮ જ્ઞાન ગમે તેટલું મેળવ્યું હોય પણ સમ્યફચારિત્ર સિવાયનું પાંગળું છે; જેમ પાંગળો માણસ ભલે દેખતો હોય, પણ પગ વિના બળતા અગ્નિ પાસેથી તે ઈષ્ટ સ્થાને પહોંચી શકતું નથી; તેમ જ્ઞાનીઓ જ્ઞાનબળે ભલે દેખતા હોય પણ તેઓ સંવર (ચારિત્ર) ક્રિયારૂપ પગ વગર સંસારરૂપ દાવાનળથી બચી કરી મુક્તિ મુકામે જઈ શકતા નથી–આ તવાનો સાર છે.
પ્રસ્તુત તસ્વાર્થસૂત્ર ઉપર અનેક ટીકાઓ દિગંબર કવેતાંબર બંનેની છે. કર્તા શ્રીમદ્ ઉમાસ્વાતિવાચકના અસ્તિત્વની તારીખ તથા એઓશ્રી ક્યા ગુરુના શિષ્ય હતા તેને ઐતિહાસિક વિદ્વાને ચોક્કસ નિર્ણય કરી શક્યા નથી. દિગંબર આચાર્ય પૂજ્યપાદની ટીકા સર્વાર્થસિદ્ધિ જૂની ટીકા છે; પૂજયપાદન સમય વિક્રમનો પાંચમો છઠ્ઠો સેંકે છે, એટલે તે પહેલાં વિક્રમને પહેલાથી ચોથા સૈકા સુધીનો શ્રીમદ્ ઉમાસ્વાતિવાચકનો સમય ગણી શકાય. એમના સાંસારિક ઉમા માતા અને સ્વાતિ પિતા હતા એ તો સુપ્રસિદ્ધ હકીકત છે; તત્વાર્થસૂત્ર તથા પ્રશમરતિ પ્રકરણ વગેરે લગભગ પાંચસો ગ્રંથોના કર્તા તેઓશ્રી મનાય છે.
શ્રીયુત શંકરલાલભાઈએ ૫. સુખલાલજીના તત્વાર્થ-વિવેચન ઉપરથી પ્રસ્તુત પુસ્તિકાનું “વસ્તુ ઉધૃત કરેલું છે. વિદ્યાર્થીઓને વાંચવી–સમજવી સરળ પડે તેમ પ્રશ્નોત્તરી રૂપે અનેક સ્થળે ગોઠવણ કરેલી છે. મારા તરફથી યથામતિ તપાસવામાં આવી છે, છતાં જૈન સિદ્ધાંતાનુસાર ક્ષતિ રહી ગઈ હોય તે વિદ્વજન સુચવશે તો અન્ય આવૃત્તિમાં સુધારો થઈ શકશે. પ્રસ્તુત પુસ્તક તત્વાર્થસૂત્રના પાંચ અધ્યાયો પ્રથમ વિભાગરૂપે છે. શ્રીયુત શંકરલાલભાઈ પાલીતાણા જન ગુરુકુળના સુપરિન્ટેન્ડેટ તરીકે રિટાયર થયા પછી તાત્વિક ૧ શ્રી વિનંદિ એમનું બીજું નામ છે.