________________
૧૭
આત્માને રૂપી જડ કર્મના સંબંધ કેમ લટે ? કર્મનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? કર્મના ભેદાનુોદ કેવી રીતે છે? કમના બંધ ઉદય સત્તા કેવી રીતે નિયમબદ્ધ છે? લેાકની પરિસ્થિતિ શું છે? સ્યાદ્વાદ શું છે.? નયેા અને સપ્તભંગીના જ્ઞાનની શા માટે જરૂર છે? મતિશ્રુત વગેરે. પંચ જ્ઞાનનું સ્વરૂપ શું છે? ષડ્ દ્રવ્યે શું વસ્તુ છે? શ્રદ્ધા અને જ્ઞાન ગુણને વિકાસ કર્યા પછી દેશિવરતિ કે સર્વવિરતિ ચારિત્ર આત્માના વિરતિ ગુણને વિકાસ કરી કર્મને છૂટાં પાડી આત્માને સર્વજ્ઞે કર્યાંથી. કેવી રીતે છૂટા પાડી સ્વતંત્ર મુક્તિ અપાવે છે? વગેરે વગેરેને સાર આ તત્ત્વાર્થસૂત્રમાં છે; આ તત્ત્વજ્ઞાન, પુરુષાર્થ વડે શુભાશુભ કર્મને પરાજય કરવા માટે જાણવું જોઇએ; આત્મા અને તેના વિરોધી પદાર્થ જડ-ભાવ–આ બન્નેનું જ્ઞાન જાણી શ્રદ્ધા કરી, મેક્ષ માટે આચરણ કરવા સ્વભાવ તરફ પુરુષાર્થ કરવા એ તત્ત્વાર્થસૂત્રનું રહસ્ય છે.
ખાસ કરીને જૈન દર્શનની રચના સ્યાદ્વાદ ઉપર નિર્ભર છે. સ્યાદ્વાદ એટલે સર્વ નયેાને મુખ્યતા અને ગૌણતાપૂર્વક આશ્રય. સર્વ નયાને આશ્રય કરનારા મહાત્માએ નિશ્ચયમાં ખેચાતા નથી, વ્યવહારને તજી દેતા નથી; જ્ઞાનને સર્વાંત્કૃષ્ટ માનીને સ્વીકારે છે, પણ ક્રિયાને અનાદર કરતા નથી; ઉત્સર્ગને આદરે છે, પણ અપવાદને ભૂલી જતા નથી. ભાવમાં તત્પર રહે છે, પણ દ્રવ્યનું નિમિત્તપણું યાદ રાખે છે. આ રીતે સ્યાદ્વાદ-દૃષ્ટિએ વર્તનાર મનુષ્યને પુરુષાર્થ મેાક્ષ પ્રતિ સફળ અને છે.
:
ચેતનાને . વિકાસ એટલે જ્ઞાન મેળવવું અને વીર્યના વિકાસ એટલે જ્ઞાન પ્રમાણે જીવન ધડવું; જ્ઞાન-ક્રિયાથી મેાક્ષ થાય છે; બંનેમાંથી એકને નિષેધ કરનાર મેાક્ષના સાધક થઇ શકતા નથી; કારણ કે ક્રિયા એ વીર્યની શુદ્ધિરૂપ છે અને જ્ઞાન એ ચેતનાની વિશુદ્ધિરૂપ છે. જ્યારે ચેતના અને વીર્યની–પુરુષાર્થની વિશુદ્ધિ થાય છે ત્યારે સર્વસંવરરૂપ મેક્ષ થાય છે.