________________
बे बोल
શ્રી કલ્પસૂત્રમાં હકીકત છે કે શ્રી વીર પરમાત્માએ ગણધર શ્રી ગૌતમ સ્વામીને પ્રતિબંધ કર્યા પછી ગૌતમ સ્વામીજી પૂછે છે કે માd કિં. તરં? હે ભગવન તત્વ શું છે? પ્રભુ ઉત્તર આપે છે કે સુવા , વિમેવ અને પુરૂવા–અર્થાત્ ઉત્પાદ, વ્યય
અને ધ્રુવતોરૂપ ત્રિપદીયે આ જગતમાં તત્ત્વ છે. આ બીજ રૂપ -- તત્વ ઉપરથી ગૌતમ સ્વામીજી, સુધર્મા સ્વામીજી વગેરે ગણધિરાને ધ્યગુણ-પર્યાયનું વિસ્તીર્ણ જ્ઞાન થતાં તેઓ દ્વાદશાંગી સૂત્ર રચે છે. પ્રસ્તુત તસ્વાર્થ પુસ્તક જૈન દર્શનની દ્વાદશાંગીના અકરૂપ છે. તેઓ જ્ઞાનક્રિયાના મધુર સમન્વયરૂપ છે.જન દર્શનના ત્રણ અનુયોગો દ્રવ્યાનુયોગ,
ગણિતાનયોગ અને ચરણકરણનુગનો સંગ્રહ છે અને કથાનુયોગ - તે એ ત્રણેના કથનરૂપ છે. આ તાત્ત્વિક અને ઉચ્ચ કૅટિનો ગ્રંથ
શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકે રચેલ છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીએ . તેમને સિદ્ધ હેમવ્યાકરણમાં ૩મારવાતિસંઘહતાઃ વાક્યથી સંધ્યા
છે. આ રીતે શ્રીમદ્ ઉમાસ્વાતિજીએ સકળ જૈન દર્શનના સારને
સંક્ષિપ્ત સૂત્રમાં સંગ્રહી લીધું છે. * પ્રસ્તુત ગ્રંથ દિગંબર વેતાંબર બન્નેને એકસરખી રીતે માન્ય
છે. દિગંબરમાં તે વિદ્યાર્થીઓને તત્ત્વાર્થ ગ્રંથનાં સૂત્રે શરૂઆતથી જ મુખપાઠ કરાવવાની પ્રણાલિકા છે. દિગંબર તારે વચ્ચે તત્વાર્થસૂત્રમાં બારને બદલે સોલ દેવલોક વગેરે અનેક તફાવત છે; પરંતું સ્ત્રીઓની અને કેવલી ભોજનના સિદ્ધાંત વેચ્ચે મુખ્ય તફાવત છે. સ્ત્રીમુક્તિ માટે “ષખંડાગમ સિદ્ધાંત' જે દિગંબરને મહાન પ્રાચીન ગ્રંથ છે તેની ધવલા ટીકા છે કે જેની વીરસેન આચાર્યે