Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
તા.૩-૧૦-૩૩
એ છે કે દરેકનો અર્થ જુદે જુદે સ્થળે જુદી જુદી રીતે થાય છે, અર્થ કરવામાં હંમેશાં એકજ દ્રષ્ટિ રાખવાની હોતી નથી, પરંતુ ચારે બાજુ દષ્ટિ દોડાવીને અર્થ કરવાનો હોય છે, તેમ ભગવાન શ્રી ઉમાસ્વાતિવાચક મહારાજે કર્મરાજાના દ્વારાએ સંજ્ઞી એટલે વિચારવાળા કોને ગણ્યા છે? આ ભવને અંગે ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો વિચાર કરે તેને સંશી ગણ્યા છે એમ નથી, શાસ્ત્રકાર કહે છે કે આ ભવને અંગે ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો વિચાર કરે છે તે વિચારવાળા કહી શકાય નહી. પરંતુ વિચારવાળા કહેવાને માટે બીજી કેટલીક સામગ્રીની જરૂર છે, દુનિયાદારીમાં પણ ગાંડો મનુષ્ય હોય તે સુદ્ધાં ગંદા પદાર્થનું ભક્ષણ કરતો નથી, એટલા ઉપરથી શું તમે કહેશો કે તે વિચારવાળો છે. ગાંડો હોવા છતાં તે ભુખ અને તરસની વખતે સીધો થાય છે. પઠાણને દેખીને અક્કલવાળો બની જાય છે, આ પ્રસંગે તે જ્ઞાન અને ડહાપણ બતાવે છે, તે છતાં આપણે તેને ડાહ્યો માનતા નથી, તેને આપણે વિચાર વાળો કયારે માનીએ કે એ દુનિયાદારીની દ્રષ્ટિએ ડાહ્યો બની જાય. શાસ્ત્રકારોની દ્રષ્ટિએ તમે ભૂત, ભવિષ્ય કે વર્તમાનનો વિચાર કરો આ ભવનો વિચાર કરો કે પર ભવનો વિચાર કરો, પણ તમારા તે વિચારમાં જો સ્ત્રી, પુત્ર, સંપત્તિ આદિના જગતના વ્યવહારના અંગેના વિચારો હોય તો તમારા એ વિચારો એ ગાંડાના જેવું ડહાપણ છે. ગાંડો મનુષ્ય પઠાણને જોઇને ક્ષણિક ડાહપણ ધારણ કરે છે. તેવી સ્થિતિ તમારી છે. તમે તેનેજ વિચારવાળો ગણો છો કે જે દુનિયાદારીની દ્રષ્ટિએ વ્યવહારુ છે, એ પ્રમાણે શાસ્ત્રકારો તેને વિચાર વગરનો ગણે છે, કે જે આહાર, વિહાર તેના સાધનો વગેરેને અંગે વિચાર કરે છે, પણ આત્માને અંગે વિચાર કરતો નથી જે આત્મા આત્માને અંગે વિચાર વગરનો છે તેને માટે શાસ્ત્રકારો એ શબ્દ વાપરે છે કે તે અવિચારી છે.
આજ માનવભવની મહત્તા છે. પશુ પણ આવી રીતે સુવિચારધારક બની શકતો નથી. ત્યારે મનુષ્ય પ્રયત્ન વડે એવો સુવિચારી બની શકે છે અને એ સુવિચારી બનવું એજ માનવભવની મહત્તા છે. તમારી સંતતિને આવી મહત્તા પ્રાપ્ત થાય તે માટે તમારે અત્યારથીજ પ્રયત્નો કરવા જરૂરી છે, તમો એવા પ્રયત્નો કરો અને તેમાં સફળ થાઓ તો બસ છે. * ઉક્ત વ્યાખ્યાન મહારાજાશ્રીએ મુંબઈ ખાતે પોષ સુદી ૯ ને ગુરૂવારના રોજ આપ્યું હતું સં. ૧૯૮૯
વાંચકો માટે ખાસ. અંક નં ૧-૫-૨૧ અંકો સ્ટોકમાં નથી, માટે તે અગર તે સિવાયના અંકોનો વધારો જેની પાસે હોય તેને સમિતિ પર રવાના કરવા વિનંતિ છે.
તંત્રી-સિદ્ધચક.