________________ પૂર્વ ને પશ્ચિમ 9 હવે તો તે મોગરાની કળીની જેવી ફૂલીફાલી રહી છે.” શેઠાણીએ વિરૂપાનાં પુષ્ટ થયેલાં અવયવો ઉપર એક ઊડતી નજર નાખતાં કહ્યું. “બા, ગરીબની મશ્કરી કરશે મા ! મને તે સાત પૂરા થયા. તમને ?" “એ જ. આઠમો અધવા! પણ મારું તો શું.....” શેઠાણી બોલતાં બોલતાં થંભી ગયાં. લજામણીના છોડને સ્પર્શ થતાં જેમ પાંખડીઓ સંકોચાઈ જાય, એમ એમનું મુખ લેવાઈ ગયું. સ્વર કંઈક ભારે થઈ ગયો. વેદના ભર્યા અવાજે આગળ ચલાવ્યું: “સુરૂપા, મારા કોઠામાં કોઈ ભયંકર લાવા રસ જેવી ગરમી સક્સડે છે. એ ગરમી બાળકના હાડ–ચામને ચૂસી લે છે, ને જન્મતાંની સાથે બાળકના પ્રાણ હરી લે છે. પાંચ પાંચ વાર પ્રસૂતિ પીડા ભોગવી, પણ મુઝ અભાગણીને એકે ન આવ્યું..” શેઠાણના ગળામાં ડૂમો આવ્યો. વિરૂપાની લીંબુની ફાડ જેવી આંખોમાં પણ આંસુ હતાં. શેઠાણીએ જરા જીવ શાન્ત થતાં કહ્યું. “અને રૂપા ! આ મારું છેલું ને છઠું સંતાન છે! છેલું એટલા માટે કે એ જે ન જવ્યું તે આ અખુટ ધન–દોલતને વારસદાર તો બાળ જોઈશે ને ! અને એ વારસદાર માટે શકનાં પગલાંનો અવાજ આજથી મને સંભળાઈ રહ્યો છે. એણે મારી ઊંઘ હરી લીધી છે. સુધાતૃષા ઓછા કરી નાંખ્યાં છે.” સેના-રૂપાના અલંકારો પાછળ, મણિ–મુક્તાથી મક્યા દેહ પાછળ દુભાઈ રહેલા હૃદયનો આર્તનાદ વિરૂપાના દિલને ધ્રુજાવી રહ્યા. પરિગ્રહની ઈચ્છા, એની અમાપ પ્રાપ્તિ અને એને પોતાની પાછળ પોતાના જ કઈકને આપી જવાની માયા મમતા કેટકેટલાનાં જીવનને ધૂળ કરતી હશે ! કેટકેટલાં શાપ ને અભિશાપના ઢગ રચતી હશે! કેટકેટલાં પાખંડ ને પારાયણ ઊભાં કરતી હશે ! એ વાત શેઠાણીના દિલ સિવાય અત્યારે કોઈ ' વર્ણવી શકે તેમ નહોતું. દર્દીની ગત તે દર્દી જ જાણે! -