________________ 8 મહર્ષિ મેતારજ એણે એક બહુમૂલ્ય પટકુળ પહેર્યું હતું ને આછું આમાની ઉત્તરીય ઓઢયું હતું. કેડે મોટી રત્નજડિત મેખલા ખૂલતી હતી. કંઠમાં અનેક જાતની રત્નાવલિઓ પુષ્ટ થયેલા વક્ષસ્થળ ઉપર હિલોળા ખાતી હતી. હાથે અને પગે શણગારને કેઈ અન્ત નહોતો. તાજી ગૂંથેલી વેણીમાં ચંપાનાં ફૂલ ગૂંચ્યાં હતાં, ને સેંથો સિંદૂરથી ભરેલો અને હીરાજડિત દામણથી સુશોભિત હતું. આટઆટલાં રૂપ અને સુશ્રી સામે ઊભેલી અલંકારહીના, અજ્ઞાતા વિરૂપા કઈ રીતે હીણુ નહોતી લાગતી. “સખી સુરૂપા !" નહીં, નહીં બા ! હું તો ચાંડાલણી વિરૂપા ! " અલ્યા, તમે તે ઘેલાં લાગે છે ! રોજ જ્ઞાતપુત્રના ઉપદેશની વાત કરે છે, અને હજી ચાંડાલ ચાંડાલ કૂટા કરો છો ! તમારાં લોકોનાં દર્શન અશુભ! તમે લેકે અપશુકનિયાળ ! આવી આવી વાતો ક્યારે દૂર કરશો?” ગવાક્ષથી ઊતરી આવેલ સ્ત્રીએ નિરાશામાં હાથ પછાડ્યા. એ કંકણ પણ એક નવું કાવ્ય સરછ બેઠાં. “શેઠાણ બા, ડાહ્યાં થઈને કેમ ભૂલે છો? એમને ઉપદેશ એ નથી કે અમે અમારી જાતને ચાંડાલ ન કહીએ અને બ્રાહ્મણ કહીએ. એમનું તો કહેવું એવું છે કે ચાંડાલ કુળની હીનતા ભૂલી જાઓ! હીનતાં ગઈ એટલે ન કોઈ ઊંચું કે નીચું ! સર્વે સરખાં!” વિરૂપાએ ગંભીર રીતે જવાબ આપ્યો. સવા લાખની વાત છે, સુરૂપા! તો તને જોઉં છું ને કર્મની ગતિને યાદ કરું છું. અલી સખી..” જુઓ પાછી સખી અને સુરૂપ કહેવા માંડ્યાં.” વિરૂપાએ લાડમાં ટોળ કરતાં કહ્યું. “તો એ જ કહેવાની ! તારા દેદાર સામું તે ! અલી,