________________ 6 મહર્ષિ મેતારજ . પેલો પાખંડી?” બટક બોલી લાગતી વિરૂપા એકદમ ભક્તિના આવેગમાં આવી ગઈ. “તમારે મન પાખંડી, પણ અમારા તે તારણહાર ! અમ દુખિયાનો બેલી! અમ ગરીબોનો નાથ ! જનમ જનમની અમારી હીનતા એમણે ધોઈ નાખી ! દેવતા, એ અમારે પ્રભુ તમારી હીનતા નિવારે !" મહત્પાપં, મહાપાખંડ ! નીચને મોઢે લગાડવા જ ખોટાં ! એમની સાથે તે વાત હોય ! એ તો તાડનનાં અધિકારી !" અને અનેક શાપ આ ચાંડાલ જાત તરફ વરસાવતા ભૂદેવ શાસ્ત્રનાં કુર.માનો રટતા, કાષ્ટની ચાખડીઓ ખખડાવતા આગળ વધ્યા. વિરૂપા પણ એક મંદ સિમત વેરી કામે લાગી. રોજ રોજ આવા આવા અનેકવિધ અનુભવોને પાત્ર થનાર વિરૂપા શું ખરેખર લક્ષ આપવા લાયક વ્યક્તિ હતી ? માનવીનાં ચર્મચક્ષ રવાભાવિક રીતે આકર્ષાય એવી રૂપસુંદર હતી ? વિરૂપા હતી તે જાતની ચાંડાલ, વાને કંઈક ઘનશ્યામ, પણ કુદરતે એના ઘાટમાં સૂતું સૌંદર્ય મૂક્યું હતું. શામળી છતાં વિરૂપા સુંદર હતી. સુંદરતા કંઈ સફેદ ચામડીમાં નથી ટ્વિી,. કામદેવની કામઠી શી એની દેહલતામાં અંગે અંગે મરેડ ભર્યો હતો. એ ચાલતી અને જાણે નૃત્યને કોઈ ભંગ રચાતો. એનું સુરેખ નાક, મેટી ને કાળી આંખો, છટાદાર શરીર રેખાઓ જેનારની આંખોને ખેંચી રાખતાં. ગોળ લાડવા શા મુખ પર ઊંચે-ઊતાવળે બાંધેલો અંબોડે એની મુખશ્રીમાં અનેકગણો વધારો કરતો. છતાં ય એ ચાંડાલ કુળની હતી; જે કુળને બ્રહ્માજીએ પિતાના પગ દ્વારા સરયું, અને જેમના અનુયાયીઓએ એને પગ તળે કચર્ય; એ હીણું–શુદ્ર કુળનું સંતાન હતી. શાસ્ત્રજ્ઞાન એમના માટે શિરચ્છેદ સમાન હતું ને હીનતા એ એમનો જન્મસંસ્કાર હતો. એવા કુળની