________________ પૂર્વ ને પશ્ચિમ 5 વાત કરનારા પાછળ જેવા જાય છે, તો કઈ ભૂદેવતા ચાલ્યા આવતા દેખાયા. માથા પર હવામાં ફરતી ખાસ્સી અડધા ગજની શિખા, ખભા ઉપર લાંબી યજ્ઞોપવીત, કપાળમાં મોટું ત્રિપુંડ ને હાથમાં 'પૂજાપાત્ર! એમના પગની ચાખડીઓનો ખડખડાટ ભલભલાની તંદ્રા ઉડાડી દે તેવો હતો. વાતો કરનારા તે ભયથી ઉતાવળા આગળ વધી ગયા પણ પેલા ભૂદેવતાનો ક્રોધ ઓછો ન થયો. ક્રોધ ઠાલવવાનું પાત્ર દૂર થતાં એમણે વિરૂપાને જ યોગ્ય પાત્ર સમજી. અરે એ ચાંડાલણ ! મહાપાતકી, નીચવણું, ધર્મહીના; જરા કઈ જતું–આવતું હોય એ જે તે ખરી ! આમ ધૂળ ઉડાડે જાય છે, પણ એ ધૂળ અમારા તરફ ઊડીને આવી રહી છે, તે તે જે ! ધર્માધર્મનો વિચાર તો કર ! આ ભવ તો બગાડ્યો, પરભવનો તો વિચાર કર !" ખમાં મારા દેવતા ! પાયે પડું !" વાળતી વાળતી વિરૂપા થંભી ગઈ ને જરા કટાક્ષમાં બોલી ! " તમારો ધર્મ અમર રહે ! પણ તમને ધર્મભ્રષ્ટ કર્યા, એ ગુને મારો નથી મહારાજ !" ત્યારે કોનો છે ?" આ અધમ પવનનો જ. આમ તેમ વહે અમને અને તમને સરખાં કરે છે. એને જરા શિક્ષા કરોને ! " વિરૂપા જરા ટેળથી બોલી. જેમાં નીચ! મારી મશ્કરી ?" ભૂદેવતાનું ત્રીજું લોચન ખૂલી ગયું. એમણે ક્રોધાગ્નિ વરસાવતાં કહ્યું: “આખર કજાત તે કજાત ! સાબુથી ગમે તેટલો ધુઓ, પણ કોલસો કાળો મટે? આ કેલસાને ધોળા કરવા પેલે પાખંડી હાલી નીકળ્યો છે. એણે જ આ બધાને ફટવ્યાં છે. હોમ-હવન, યજ્ઞ-યાગ; પૂજા-પાઠ બધા વૈદિક ક્રિયાકાંડે પર પાણી ફેરવ્યું. હળાહળ કળિ આવ્યો "