________________ પૂર્વ ને પશ્ચિમ 7 આ સ્ત્રી હતી. વિરૂપાનો પતિ માતંગ રાજગૃહીના રાજ-ઉદ્યાનને રખેવાળ હતો, ને વિરૂપા પોતે રાજગૃહીની શેરીઓ વાળતી, સ્વમાન ને સ્વહક્ક જેવા કંઈયે સિદ્ધાંત આ દંપતિએ જાણ્યા નહોતા, છતાં એમનું જીવન એ સિદ્ધાંત પર જ રચાયેલું હતું. વિરૂપા?” “કોણ બા?” શેરીઓ વાળતી વિરૂપા શેરીને એક છેડે આવેલી હવેલી નીચે આવી પહોંચી હતી. ઊંચી ઊંચી હવેલીના સુંદર નકશીદાર ગવાક્ષમાં એક સુંદર સ્ત્રી ઊભી હતી, અવસ્થા તો કંઈક વિરૂપાથી મોટી હશે, પણ લાવણ્ય હજી ઉભરાઈ રહ્યું હતું. વિરૂપા ગવાક્ષ નીચે ઊભી રહી ને પિતે સાવરણથી રાજમાર્ગ પર પાડેલી ભાત તરફ જોતાં બોલીઃ બા, ઊગતે પહર અશુભ દર્શન ?" અશુભ દર્શન ?" બોલતી ગવાક્ષમાં ઊભેલી સુંદરી એકદમ નીચે ઊતરી આવી. નિસરણી ઊતરતાં નુપૂરેએ એક જાણે નવો રમઝમાટે જ ખડે કરી દીધો. હવેલીના બગીચાની દીવાલે આવીને આ સુંદરી ઊભી રહી ગઈ રાત્રી અને દિવસ ! પૂર્વ અને પશ્ચિમ ! શશી અને સૂર્ય ! બધાને પોતપોતાનું અનોખું અનોખું રૂપ છે, અને રૂપની એકબીજાની ભિન્નતાને લીધે ભિન્નરૂપ અરૂપ નથી ઠરતું ! બરાબર આ બે સુંદરીઓ માટે તેમજ કહી શકાય. એકના રૂપમાં પૂર્વદિશાની મિઠાશ હતી; બીજીમાં પશ્ચિમની મધુરતા હતી. એકના રૂપમાં રાત્રીની ભવ્યતા હતી, બીના રૂપમાં દિવસનો ઝગમગાટ હતો. ગવાક્ષથી ઊતરી આવનાર સુંદરીએ તાજું સ્નાન કર્યું હતું. કદલીલ જેવાં કમળ અવયવો પર એની સ્નિગ્ધતા ચમકતી હતી;