________________
ગાથા : ૧
પાંચમો કર્મગ્રંથ
(૭) ઘાતી= જે કર્મપ્રકૃતિઓ પોતાને આવરણ કરવા યોગ્ય એવા જીવના જ્ઞાનાદિ ગુણોને સર્વથા અથવા દેશથી આવરે છે. હણે છે. તે ઘાતી કહેવાય છે. સર્વઘાતી ૨૦ અને દેશઘાતી ર૫ પ્રકૃતિઓ છે. જે ગાથા ૧૩/૧૪માં કહેવાશે.
(૮) અઘાતી= જે કર્મપ્રકૃતિઓ જીવના જ્ઞાનાદિ ગુણનો અલ્પાંશે કે સર્વાશે ઘાત ન કરે તે અધાતી. વેદનીય, આયુષ્ય, નામકર્મ અને ગોત્રકર્મની સર્વે પ્રકૃતિઓ અઘાતી છે. આ અઘાતી પ્રકૃતિઓ ગુણઘાતને આશ્રયી સ્વયં અઘાતી હોવા છતાં પણ જેમ સ્વયં અચોરવ્યક્તિ પણ ચોરલોકોની સાથે ભળ્યો છતો તેના જેવા દોષવાળો ગણાય છે. અથવા જે વ્યક્તિ પોતે દારુડીયો ન હોય છતાં પણ દારુડીયાની સાથે ભળ્યો છતો દારુડીયો કહેવાય છે. તેમ આ અઘાતી કર્મોની પ્રકૃતિઓ ઘાતીની સાથે ભળી છતી ઘાતકર્મોના જેવું ફળ આપવાવાળી પણ કહેવાય છે. પ્રકૃતિઓનું ઘાતીપણું એક ચોક્કસ પ્રકારના રસના કારણે આવે છે. એમ જાણવું.
(૯) પુણ્યપ્રકૃતિ= જે કર્મોનો ઉદય જીવોને આલ્હાદજનક હોય અર્થાત્ જે કર્મોના ઉદયકાળે જીવો આનંદિત થાય, સુખી થાય, તે પુણ્યકર્મ કહેવાય છે. આવી ૪ર કર્યપ્રકૃતિઓ છે. જે ગાથા ૧૫માં કહેવાશે.
(૧૦) પાપપ્રકૃતિ= જે કર્મોનો ઉદય જીવોને દુ:ખ ઉત્પન્ન કરે. અર્થાત જે કર્મોના ઉદયકાળે જીવો દુઃખી થાય, શોકાતુર થાય, નારાજ થાય તે પાપપ્રકૃતિ કહેવાય છે. તેવી ૮૨ પાપપ્રકૃતિઓ છે જે ૧૬/૧૭ ગાથામાં કહેવાશે.
(૧૧) પરાવર્તમાનઃ જે કર્મપ્રકૃતિઓ પોતાની પ્રતિપક્ષી એવી બીજી કર્મપ્રકૃતિઓના બંધને અથવા ઉદયને અથવા બંધોદય એમ બન્નેને અટકાવીને પોતાના બંધને, ઉદયને અથવા બંધોદયને પ્રગટ કરે તે પરાવર્તમાન. આવી ૯૧ પ્રકૃતિઓ છે. જે ૧૯મી ગાથામાં કહેવાશે.
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org