Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મળત ?
ચારેય શરણમાં મુખ્ય અરિહંતનું શરણ છે. પછી સિદ્ધ સાધુ અને ધર્મ છે. અહીં જોયું ને ? તીર્થમાટે બે છે : સાધુ અને ધર્મ. માટે જ તીર્થકરથી તીર્થ બળવાન છે.
હેમચન્દ્રસૂરિજી કહે છે : તારું, તારા ફળભૂત સિદ્ધોનું, તારા શાસનમાં ૨ક્ત મુનિઓનું, અને તારા શાસન (ધર્મ)નું શરણું સ્વીકારું છું. त्वां त्वत्फलभूतान्.
- વીતરાગ સ્તોત્ર. અરિહંતના સેવક પણ બનવું હોય તો તેમની અચિન્ય શક્તિ જાણવી જ પડે. એ અચિજ્ય શક્તિ જ તીર્થમાં કામ કરી રહી છે. ભગવાન આદિનાથથી મોક્ષમાં ગયા તેનાથી અસંખ્ય ગણા તેમના તીર્થના આલંબનથી ગયા.
ભલે ગુરુ ઉપકાર કરતા જણાતા હોય પરંતુ ગુરુ પણ આખરે ભગવાનના જ ને ?
આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરિજીને મેં આ જ રીતે સમજાવેલું : શિબિરાર્થીઓમાં બીજા કોઈનો નહિ ને તમારો જ હાથ ગુરુ પૂ. ભૂવનભાનુસૂરિજીએ પકડ્યો તેનું શું કારણ ? આ જ ભગવાનની કૃપા કહેવાય ! એ ભલે ગુરુના માધ્યમથી આવતી હોય, પણ છે ભગવાનની ! | તીર્થકરોએ પોતાની શક્તિ વાસક્ષેપ દ્વારા ગણધરોમાં સ્થાપિત કરી. ગણધરોની એ શક્તિ પાટ પરંપરા આચાર્યોમાં સ્થાપિત થતી આવી. એ જ શક્તિ આજે પણ કામ કરી રહી છે.
ઘણા શ્રાવકો કહે છે : આપનો ઉપકાર છે. અમે તો આપને જ જોયા છે. હું કહું છું : નહિ ભાઈ ! આ ભગવાનનો ઉપકાર છે.
આ પણ બોલવા ખાતર નહિ, હૃદયથી કહેવું જોઈએ. જો જરા જેટલો “હું આવી જાય તો મોહની ચાલમાં ફસાઈ જઈએ.
• જિન અને જિનાગમ એક રૂપે જ છે.
*
*
*
*
*
*
*
૦.