________________
ભારતીય અભિલેખવિદ્યા કરી દરેક સંવતના અભિલેખોને વર્ષવાર ગોઠવી કીલોને સૂચિ તૈયાર કરેલી છે તે Epigraphia Indicaના ગ્રંથ પના પરિશિષ્ટરૂપે List of Inscriptions of Northern India તરીકે પ્રગટ થયેલી. આગળ જતાં દે. ર. ભાંડારકરે ૧૯૩૦ સુધીમાં પ્રસિદ્ધ થયેલા ઉત્તર ભારતના અભિલેખની નવેસર સૂચિ તૈયાર કરી, જે Epigraphia Indicaના ગ્રંથ ૧૯-૨૩ના પરિશિષ્ટ રૂપે પ્રસિદ્ધ થઈ. એવી રીતે એના ગ્રંથ ૭ના પરિશિષ્ટમાં કલહાને તૈયાર કરેલી Inscriptions of Southern Indiaની સૂચિ બહાર પડી; અને ગ્રંથ ૧૦માં યુડસે તૈયાર કરેલી સંવતોને ઉપયોગ થતા પહેલાંના પ્રાચીન અભિલેખોની સૂચિ List of Brahmi Inscriptions નામે પ્રકાશિત થઈ ૧૯૧૯માં રંગાચાર Inscriptions of Madras Presidencyની સૂચિ ત્રણ ગ્રંથમાં પ્રકાશિત કરી. ગુજરાતના અભિલેખોની સૂચિને લગતા જુદા જુદા ખંડ ગુજરાત ઇતિહાસ પરિષદ તરફથી એની ગુજરાત ઇતિહાસ સંદર્ભ સૂચિ” ગ્રંથમાળામાં પ્રકાશિત થતી રહે છે. ભારતીય અભિલેખવિદમાં અપેક્ષિત જાણકારી
ભારતીય અભિલેખવિદ્યાના ક્ષેત્રમાં કાર્ય કરનાર અભિલેખવિદમાં અભિલેખવિદ્યાની સામાન્ય જાણકારી ઉપરાંત ભારતીય લિપિઓ, ભાષાઓ, ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી અપેક્ષિત છે. શિલાલેખો, તામ્રપત્રલેખો, પ્રતિમા લેખ, સિક્કાલેખો વગેરે અભિલેખોની છાપ લેવાની સાધનસામગ્રી તથા પદ્ધતિ તો દરેક અભિલેખવિદ માટે અનિવાર્ય ગણાય. ભારતીય અભિલેખવિદ્યાનું કાર્ય કરનાર અભિલેખવિદને બ્રાહ્મી, ખરેછી, અરબી, ફારસી તેમ જ પ્રાદેશિક પ્રાચીન–અર્વાચીન લિપિઓની જાણકારી હોય એ ઈષ્ટ છે. કાલ તથા પ્રદેશ પ્રમાણે એમાં જુદા જુદા પ્રકારની લિપિઓ માટે જુદા જુદા અભિલેખવિદો હોય તો પણ ચાલે. એવી રીતે પ્રાકૃત, સંસ્કૃત, અરબી, ફારસી તેમ જ પ્રાદેશિક પ્રાચીન–અર્વાચીન ભાષાઓની જાણકારી પણ ભારતીય અભિલેખવિદ્યામાં આવશ્યક છે. લિપિની જેમ ભાષામાં પણ જુદા જુદા વિશેષજ્ઞ હોય તે ચાલે. ભાષાની જાણકારીમાં તે તે ભાષાનાં વ્યાકરણ, શબ્દભંડોળ, છંદો વગેરેનું પૂરતું જ્ઞાન અપેક્ષિત છે.
વળી તે તે પ્રદેશના પ્રાચીન ઈતિહાસની તથા તેની પ્રાચીન ભૂગોળની પણ જાણકારી જરૂરી છે. ઘણા અભિલેખ તે તે રાજાના પરાક્રમ, પૂર્વકાર્ય કે દાનકાર્યને લગતા હોય છે, તો બીજા અનેક અભિલેખોમાં તે તે સમયે રાજ્ય કરતા રાજાને નિર્દેશ હોય છે જ. ઘણી વાર તે રાજાના પૂર્વજો તથા પુર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org