________________
૩૧૮
ભારતીય અભિલેખવિદ્યા
દાનમાં આપેલી ભૂમિ ભરુકચ્છ વિષયના અર્થાત ભરૂચ જિલ્લાના કેમજજ નામે ગામની દક્ષિણ-પશ્ચિમ સીમમાં આવેલી હતી. નિવર્તન એ જમીન-માપનું એકમ હતું. એ માપ જુદા જુદા દેશકાલમાં જુદું જુદું હતું-કયાંક ૩૦૦ x ૩૦૦ હસ્તનું, કયાંક ૨૧૦ ૮૨૧૦ હસ્તનું, કયાંક ૨૪૦ x ૨૪૦ હસ્તનું, કયાંક ૧૧૨ x ૧૧૨ * હસ્તનું, ક્યાંક ૧૪૦ x ૧૪૦ હસ્તનું ને કયાંક ૧૦૦ x ૧૦૦ હસ્તનું.૪૫
કેમજજુ એ જંબુસર તાલુકાનું કીમેજ ગામ છે, જે મહીસાગરના મુખની દક્ષિણે કાવીની પાસે આવેલું છે. છીકણ ગામ ઓળખાયું લથી, પરંતુ એ કીમેજની દક્ષિણે આવેલું છીદરા હોઈ શકે. જભા એ ઝામડી છે, જે કામોજની દક્ષિણ-પશ્ચિમે આવેલું છે. ગોલિઅવલી એ ગોલેલ કે ગુલાલ છે, જે કામોજની ઉત્તરે છે. સીગ્રામ એ કીમોજની પશ્ચિમે આવેલું સીગામ છે. વટવાપી એ વડવાળી વાવ હશે. આશ્રમદેવનું દેવાલય એ કમેજ પાસે આવેલા આસમેશ્વર મંદિરના સ્થાને આવ્યું હશે. હાલનું દેવાલય ઉત્તરકાલીન છે, પણ એમાંનું લિંગ જૂનું છે.
ઉપરિકર, ભૂતપ્રત્યાય, વાતપ્રત્યાય, ધાન્યાદેય, હિરણ્યાદેય, દશાપરાધ વગેરે શબ્દોની સમજૂતી અગાઉ આપેલી છે.૪૬ ભૂમિછિદ્ર એટલે પડતર જમીન, જે કરમુકત રહેતી.
દાન દીધું દસમે – કર્કટક (ક) રાશિમાં થયેલી સૂર્યની સંક્રાન્તિના દિવસે ને દાનશાસન લખાયું (કલચુરિ) સંવત ૪૮૬ની આષાઢ સુદિ ૧૨ અને રવિવારે. આ વંશનાં દાનશાસનોમાં કલચુરિ સવંત પ્રજાયો છે. ક. સં. ૪૮૬ ની આષાઢ સુદિ દસમે ૨૨ મી જૂન, ઈ. સ. ૭૩૬ અને શુક્રવાર હતો ને આષાઢ સુદ બારસે ૨૪ મી જૂન અને રવિવાર હતો. સૂર્ય સંક્રાન્તિની - તિથિ અને દાનશાસનની તિથિનો વાર ઉપયોગી નીવડેલ છે.
દાન દેવાને મહિમા, દાનના અનુપાલનનું પુણ્ય અને દાનના આચ્છેદના પાપને લગતા અહીં છ શ્લોક ઉદાહત કરવામાં આવ્યા છે. ને એ લેક વેદવ્યાસ (વેદનાં સૂક્તોને સંગ્રહ કરનાર) ભગવાન વ્યાસે રચ્યા હોવાનું જણાવાયું છે.
દૂતકનું નામ કંડકણક હતું, પણ એના અધિકાર જણાવ્યા નથી. દાનશાસન ઘડનાર અધિકારીનું નામ વગેરે પતરાના નષ્ટ ભાગમાં લુપ્ત થયું છે.
આમ આ દાનશાસનનું બીજું પતરું જ ઉપલબ્ધ છે ને એના ખૂણા ખંડિત છે, છતાં એમાંથી ઠીક ઠીક ઉપયોગી માહિતી પ્રાપ્ત થાય છે. એમાં દાન દેનાર રાજાની પ્રશસ્તિમાં આવતો અરબના પરાભવને ઉલ્લેખ, ભરુકચ્છ વિષય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org