________________
૩૬૬
ભારતીય અભિલેખવિદ્યા
કયારેક દશપુર તથા આનંદપુર જેવાં નગરનું વિસ્તૃત નિરૂપણ થયું હોય છે, ૧૦૪ તેમાં ઘણું નિરૂપણ વ્યાપક અને કલ્પનામય હોવા છતાં એમાં મકાને, કોટ, દરવાજા વગેરેના છેડા ઉપયોગી ઉલેખ થાય છે.
આબુ-દેલવાડામાં તેજપાલે બંધાયેલા નેમિનાથ મંદિરને લગતા પ્રશસ્તિલેખમાં ૧૦૫ મંદિરની ઉજજ્વલ શિલા(સફેદ આરસ), ઊંચા મંડપને, બાવન દેરીઓને, બલાનકને, દસ ગજારૂઢ મૂર્તિઓને, અને ખત્તકો (ગોખલાઓ)માંની મૂર્તિઓને, ઉલ્લેખ કરેલો છે.
ગુફાઓને લગતા લેખોમાં કુટી, પ્રતિશાલા (પડસાળ), પાણીનો ટાંકો વગેરેના ઉલ્લેખ મળે છે.
વાવોને લગતા અભિલેખમાં કેટલીક વાર એના કોઠા, ઝરૂખાઓ તથા શિલ્પ–સુશોભનના નિર્દેશ હોય છે.
છતાં કહેવું જોઈએ કે આ અભિલેખને મુખ્ય વિષય કંઈ ને કંઈ વાસ્તુકમ(બાંધકામ)ને લગતો હોવા છતાં તેમાં એ વાસ્તુના વિગતવાર વર્ણનને જૂજ મહત્વ અપાતું, કેમકે લેખને મુખ્ય ઉદ્દેશ તો પૂર્વકાર્યના નિર્માતાની પ્રશસિત કરવાનું રહેતું. બૃહદ ભારત
ભારતની આસપાસ આવેલા અનેક દેશોમાં પ્રાચીન કાળમાં ભારતીય સંસ્કૃતિ એટલા બધા પ્રમાણમાં પ્રસરી હતી ને વ્યાપક બની હતી કે ઘણા વિદ્વાને એને બૃહદ્ ભારત તરીકે સમાવેશ કરે છે. આ દેશમાં ભારતીય રાજાઓ, વેપારીઓ, બ્રાહ્મણો અને કારીગર વસતા ને ત્યાં અહીંના રીતરિવાજે અનુસરતા, આથી આ દેશમાં ભારતીય ધર્મ અને વાસ્તુ-શિલ્પકલા અનુસારનાં મંદિરે, સ્તૂપ, વિહારો, મૂતિઓ વગેરેના સંખ્યાબંધ અવશેષો મળે છે તેમજ ભારતીય ભાષામાં લખેલા ને ભારતીય લિપિમાં કોતરેલા અનેકાનેક અભિલેખ પણ પ્રાપ્ત થાય છે. આ અભિલેખ શિલાફલક, શિલાતંભ, તામ્રપત્ર, પ્રતિમા, ઘંટ ઇત્યાદિ પર કતરેલા છે. | શ્રીલંકા(સિલેન)માં કેટલાક ગુફાલેખ મળ્યા છે, જેમાં એ ગુફાનું દાન કોણે કોને કરેલું તે હકીકત પ્રાકૃત ભાષામાં લખીને એ સમયની બ્રાહ્મી લિપિમાં કતરી છે. ૧૦૬ મધ્ય એશિયામાં ખરેષ્ઠી લિપિમાં કેતરેલા ને પ્રાકૃત ભાષામાં લખેલા અનેક અભિલેખ મળ્યા છે, જેમાં ભારતીય સંસ્કૃતિ ઘણે અંશે પ્રતિબિંબિત થઈ છે. ૧૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org