________________
૩૭૨
ભારતીય અભિલે વિવા
વિગતો થોડી ઘણું કામ લાગે એટલું જ. દા. ત. વલભીના મૈત્રક વંશનાં દાનશાસનમાં એ રાજાઓ પરાભૂત શત્રુઓ તથા સામતિ પર આધિપત્ય ધરાવતા. એવું દર્શાવવા માટે કવિ કેવાં કાવ્યમય પદ પ્રયોજે છે જેમ કે એની પાદનખ-પંક્તિનાં કિરણ મસ્તક નમાવતા શત્રુઓના ચૂડામણિની પ્રભાવથી મિશ્રિત થતાં હતાં, એના વામ ચરણના નખના તેજ:પુંજમાં એના પ્રભાવથી વશ. થયેલા રિપુઓના ચૂડામણિની પ્રભાનું સંયોજન થતું હતું, એના શાસનને પ્રણત સામંતોનું મંડળ ચૂડારનની જેમ પોતાના ઉત્તમાંગ (મસ્તક) પર ધારણ કરતું હતું, ભારે અનુરાગથી તરત વશ થઈ એને નમતા સમસ્ત સામંતમંડળના ચૂડામણિના તેજથી એનાં બે ચરણકમલ સ્થગિત થતાં હતાં, પ્રતાપ અને અનુરાગથી વશ થયેલા સર્વ સામંતોના ચૂડામણિઓનાં કિરણોથી એનાં ચરણકમળ ખચિત ને રંજિત થતાં હતાં. એ અનેક પ્રણત નૃપના મુકુટમણિઓથી વિરાજતા નખનાં કિરણોથી સર્વ દિગ્વધૂઓનાં સુખ રેજિત કરતો હતો......... વગેરે. ૧૨૫
આ પ્રશસ્તિપદોમાં કવિઓએ તે તે રાજાના કોઈ ચોકકસ શત્રુઓને તથા સામંતોને નામનિર્દેશ કર્યો હોત, તો તે ઈતિહાસમાં વધુ ઉપયોગી નીવડત. - રાષ્ટ્રકૂટ વંશના રાજાઓની પ્રશસ્તિમાં ઘણી વાર એ રાજાઓનાં ચક્કસ પરાક્રમોનો નિર્દેશ થયેલ છે. લાટના ચાલુક્ય રાજા અવનિજનાશ્રય પુલકેશીના. દાનશાસનમાં ૨૬ તાજિક સિન્યના આક્રમણનું નક્કર નિરૂપણ કર્યું છે તો તે ઈતિહાસમાં ઘણું ઉપયોગી નીવડયું છે, જ્યારે એ પછીના સંગ્રામનું નિરૂપણ. કાવ્યોચિત અતિશક્તિથી થયેલું છે.
યશોધર્મા વિષ્ણુવર્ધન એ ગુપ્ત સામ્રાજયની પડતી પછી થયેલ એક પ્રતાપી રાજવી હતા, છતાં એની પ્રશસ્તિમાં એનું રાજ્ય લૌહિત્ય(બ્રહ્મપુત્ર), મહેન્દ્રગિરિ (ઓરિસ્સા), હિમગિરિ અને પશ્ચિમ સમુદ્ર સુધી વિસ્તૃત હોવાનું જણાવ્યું છે૧૨૭ એમાં સ્પષ્ટ અતિશયોક્તિ રહેલી છે.
ચાલુક્ય રાજા કીર્તિવમ ૧લા(ઈ.સ. પ૬૬-૫૯૮)ના મહાકૂટ તંભલેખમાં એ રાજાએ વંગ, અંગ, કલિંગ, વર, મગધ, મદ્રક, ગંગ, મૂષક, પાંડ્ય, કમિળ, ચોળિય, આલુક અને વૈજયંતીના રાજાઓને પરાજય કર્યો હોવાનું જણાવ્યું છે, પરંતુ એ રાજાએ વંગ, અંગ, મગધ અને મક સુધી વિજયકૂચ કરી હોવાને કઈ સંભવ રહેલું નથી. એના પુત્ર પુલકેશી ૨ જાએ પિતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org