________________
૩૮૬
ભારતીય અભિલેખવિદ્યા જૈન દેરાસરોમાં સંખ્યાબંધ શિલાલેખો તથા પ્રતિમાલેખો હોય છે. એને લગતા કેટલાક સંગ્રહ બહાર પડેલા છે, જેમકે મુનિ વિશાલવિજયજીને રાધનપુરપ્રતિમાસોલ્ટ તથા શ્રી દોલતસિંહ લોઢાને જૈનપ્રતિમા ટેવાં. મુનિ જિનવિજયજીનો પ્રાચીન જૈનવ સંદ, પૂરણચંદ નાહરન જૈનવસંપ્રદ, મુનિ જયંતવિજયજીનો સર્વતાવીનરૈનઢેલાં શું વગેરે અભિલેખસંગ્રહોમાં પણ અનેક પ્રતિમાલેખોનો સમાવેશ થાય છે. પાળિયા–લેખ તથા પ્રતિમા લેખે એટલા સંખ્યાબંધ છે કે હજી એને લગતા કેટલાય અભિલેખસંગ્રહ કરવા ઘટે.
અભિલેખ-સૂચિઓ - અભિલેખેના સંગ્રહ તૈયાર કરતાં ઘણો સમય લાગે ને એને પ્રકાશિત કરતાં ઘણું ખર્ચ થાય, પરંતુ પ્રકાશિત અભિલેખોની વર્ગીકૃત સૂચિઓ તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવે તો તે પણ ઘણી ઉપયોગી નીવડે છે. ઉત્તર ભારતના ૧૯૦૦ અને ૧૯૩૦ સુધીમાં પ્રકાશિત થયેલા અભિલેખોની સંવતવાર કાલક્રમે ગોઠવેલી સૂચિ અનુક્રમે કીલોને તથા ભાંડારકરે તૈયાર કરેલી તે Epigraphia Indica ના પરિશિષ્ટિ રૂપે પ્રગટ થયેલી છે. દક્ષિણ ભારતના અભિલેખોની કલહોને કરેલી એવી સૂચિ પણ એમાં પ્રગટ થઈ છે. સંળગ સંવતને ઉપયોગ શરૂ થતાં પહેલાંના અભિલેખોની સૂચિ ટ્યુડર્સે તૈયાર કરેલી..
ગુજરાતના અભિલેખની પણ પાંચ સંદર્ભસૂચિઓ પ્રકાશિત થઈ છે. એમાંની પહેલીમાં ઈ. સ. ૧૩૦૦ સુધીના અભિલેખોને વર્ગવાર ગોઠવેલા છે, બીજીમાં ત્યાં સુધીના પ્રતિમાલેખની તેવી સૂચિ આપી છે, જ્યારે ત્રીજીમાં ઈ સ. ૧૩૦૧ થી ઈ. સ. ૧૭૬૦ સુધીના શિલાલેખોની અને ચોથીમાં ઈ. સ. ૧૩૦૧ થી ઈ. સ. ૧૭૦૦ સુધીના પ્રતિમાલેખોની સૂચિ આપવામાં આવી છે. પાંચમી સૂચિ ગુજરાતના અરબી-ફારસી અભિલેખોની છે.
ઈતિહાસનિરૂપણ કરવા માટે મૂલ સામગ્રીના સંદર્ભ શોધવામાં આવી સંદર્ભસૂચિઓ ઘણું ઉપયોગી નીવડે છે. સંરક્ષણ
અભિલેખો એ આપણા ઈતિહાસની એવી મહત્ત્વની સામગ્રી છે કે એને રાષ્ટ્રીય સંપત્તિ ગણવી ઘટે. આથી તમામ ઉપલબ્ધ અભિલેખોનું સંરક્ષણ કરવું એ સરકારનું તથા પ્રજાનું પરમ કર્તવ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org