________________
૩૮૪
ભારતીય અભિલેખવિવા આ લેખમાં તેઓને વિશે કંઈ વિશિષ્ટ વિગત આપેલી હોય તો તેનું વિવેચન કરવામાં આવે છે. લેખમાં જણાવેલાં અન્ય માનવકુલે તથા વ્યક્તિઓનું પણ એવું વિવેચન કરવામાં આવે છે.
લેખમાં જે ભૌગોલિક સ્થળને નિર્દેશ આવતું હોય, તે સ્થળનું અર્વાચીન સ્થળો સાથે અભિજ્ઞાન સૂચવી એ સ્થળ હાલ ક્યાં આવેલાં છે એ દર્શાવવામાં આવે છે. કેટલીક વાર અમુક ગામોનું કઈ અર્વાચીન ગામો સાથે અભિજ્ઞાન બંધબેસતું નથી ને એનું અવાચીન સ્થાન દર્શાવી શકાતું નથી. પરંતુ ઉપલબ્ધ સામગ્રીની વિગતો પરથી સંપાદક વિગતવાર નકશાના આધારે તેમ જ સ્થળતપાસના આધારે તમામ પ્રયત્ન કરી છૂટે એ અપેક્ષિત હોય. છે. કોઈ ગામ સમય જતાં સમૂળું લુપ્ત થઈ ગયું હોય કે કોઈનું નામ સંદતર બદલાઈ ગયું હોય, તો હાલ એનો પત્તો ન પણ લાગે.
એવી રીતે અભિલેખમાં સમયનિર્દેશની વિગત આપી હોય, તે પરથી એને સંવત દર્શાવી એની બરાબરનું ઈસ્વી વર્ષ આપવામાં આવે છે. પ્રાચીન કાલગણનાના જાણકારોએ ઈ. સ. ૧ થી ૨૦૦૦ સુધીના દરેક ભારતીય વર્ષ અને માસ તથા દિવસને લગતાં એવાં કોષ્ટક તૈયાર કરેલાં છે કે એ પરથી અભિલેખમાં આપેલી મિતિએ ઈસ્વી સનના ક્યા માસની કઈ તારીખ હતી તે શોધી શકાય. મિતિની સાથે વાર આપ્યો હોય તો આપેલ મિતિની યથાર્થતા. તેમજ એમાં પ્રયોજાયેલી કાલગણનાની (ખાસ કરીને વર્ષના આરંભની અને માસના અંતની) પદ્ધતિ નિશ્ચિત થઈ શકે છે. અધિક માસ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સૂર્યસંક્રાંતિ, બાર્હસ્પત્ય સંવત્સર, પર્વદિન ઇત્યાદિની પણ ખાતરી કરી શકાય છે. અભિલેખને સંપાદક આ કાષ્ઠકનો ઉપયોગ કરી, અભિલેખમાં આપેલા સમય-નિર્દેશનું આવું વિવેચન કરે એ પણ અપેક્ષિત છે.
છેવટે પ્રસ્તુત અભિલેખ પરથી રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની દષ્ટિએ કંઈ વિશિષ્ટ માહિતી મળી હોય, તો તેનું મહત્ત્વ પણ દર્શાવવામાં આવે છે.
અભિલેખ પદ્યમાં હોય, તો તેના છંદ બતાવવામાં આવે છે. લેખમાં અશુદ્ધિઓ હોય, તો તેના પ્રમાણ તથા પ્રકાર વિશે નેધ ઉમેરાય છે. અભિલેખનો ઉપયોગ કરનાર માટે લેખના પાઠ તથા ભાષાંતર ઉપરાંત સંપાદકનું આ પ્રાસ્તાવિક લખાણ ઘણું ઉપયોગી નીવડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org