________________
૩૮૩
સંપાદન અને સંરક્ષણ . છબી કે શાહીથી પાડેલી પ્રતિકૃતિ પણ પ્રકાશિત કરવામાં આવે છે. આથી લિયંતરને મૂળ પાઠ સાથે સરખાવી દેવામાં અભ્યાસીઓને સરળતા રહે છે.
મોટે ભાગે લિવ્યંતર પછી લેખનું ભાષાંતર પણ આપવામાં આવે છે. કેટલીક વાર લેખ લાંબો હોય ને ઘણો ભાગ એવા બીજા અભિલેખામાં આવેલો હોય, તો જરૂરી ભાગનું જ ભાષાંતર અપાય છે. ભાષાંતર અપાય કે ન અપાય, અભિલેખના પાઠની પહેલાંના પ્રાસ્તાવિક લખાણમાં લેખની મુખ્ય હકીકતનો સાર અવશ્ય આપવામાં આવે છે. પ્રાસ્તાવિક લખાણમાં સંપાદક પ્રસ્તુત અભિલેખને લગતી સર્વ ઉપયોગી બાબતોને અભ્યાસ કરી એનાં પરિણામ રજૂ કરે છે.
એમાં એ પહેલાં લેખના પ્રાપ્તિસ્થાનને, એના પદાર્થને અને એના પરિમાણનો પરિચય આપે છે. દા. ત., અમુક શિલાલેખ અમુક રાજ્યના અમુક જિલ્લાના અમુક ગામમાં અમુક સ્થળે આવેલો કે મળેલો છે, એ શિલાનું માપ અમુક છે અથવા અમુક દાનશાસન અમુક સંખ્યાનાં પતરાં પર કતરેલાં છે, એ પતરાંનું માપ તથા વજન અમુક છે વગેરે.
પછી અભિલેખની લિપિને તથા ભાષાનો પરિચય આપવામાં આવે છે. પંક્તિઓની સંખ્યાનો તથા અક્ષરોના સરેરાશ કદનો પણ ખ્યાલ આપવામાં આવે છે. વળી લેખનશૈલીમાં અક્ષર–વિન્યાસની જે લાક્ષણિકતાઓ હોય તે પણ દર્શાવવામાં આવે છે, જેમ કે સંયુકત વ્યંજનમાં ૨પછી વ્યંજનને બેવડાવવાનું વલણ (દા.ત. લજ્જ, ધર્મ, સ્થિર, બ્ધિ વગેરે), અનુસ્વારના ચિહ્નને બદલે અનુનાસિક વ્યંજનની પસંદગી (દા.ત. ૩%, રકઝત, , Fત્ત, સન્મા), વિસર્ગસંધિમાં વ્યંજન સંધિના વિકલ્પની પસંદગી (દા.ત. નાતમુતતા, અતુ વસંવિતિ, યુજીસ્થાતિ વગેરે), વિસર્ગના સ્થાને જિદ્દવામૂલીય તથા ઉપમાનીય પ્રયોગ (દા.ત. શાસ્ત્રી, મન રિતેષ વગેરે). પ્રાચીન લખાણોમાં વિરામચિહ્નોનો ઉપયોગ ઘણો જૂજ થતો, તેથી ૧, ૨, ૩ વગેરે કાંક, S (અવગ્રહ), સંક્ષિપ્ત રૂપદર્શક વિરામચિહ્ન, શ્લોકાર્ધના અને શ્લોકના અંતે અપેક્ષિત | અને | નાં વિરામચિહ્ન વગેરે મૂળમાં ન હોય, તે અર્થની સુબોધતા માટે સંપાદક કૌંસમાં એ ઉમેરે છે. અરબી-ફારસી લેખોમાં એ લેખ સુલેખનકલાની કઈ શૈલીમાં કોતરાયા છે તે પણ દર્શાવવામાં આવે છે.
પછી લેખની મુખ્ય હકીકતને સાર આપવામાં આવે છે. એ પછી એમાં જણાવેલા રાજવંશ, રાજાઓ કે રાજા, અધિકારીઓ વગેરેનું અભિજ્ઞાન આપી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org