________________
૧૯.
સંપાદન અને સંરક્ષણ
અન્વેષણ
અભિલેખો એ આપણો રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસ જાણવાનું એક મહત્ત્વનું સાધન છે. આથી કઈ પણ દેશ, પ્રદેશ કે કાલનો ઇતિહાસ લખનારે એ સાધનને બને તેટલે ઉપગ કરવો જરૂરી છે.
ભારતમાં ૧૮ મી સદીના ઉત્તરાર્ધથી અભિલેખોનો અભ્યાસ થતો રહ્યો છે. પ્રાચીન અભિનલેખેની લિપિ બંધ બેસાડીને એને વાંચવામાં આવ્યા છે, અનુકાલીન અભિલેખોની નકલ કરવામાં આવી છે ને મધ્યકાલીન તથા અર્વાચીનકાલના ઘણા અભિલેખોને પણ ઉતારવામાં આવ્યા છે. ઉપલબ્ધ અભિલેખો પૈકી ઘણું મહત્ત્વના શિલાલેખો તથા તામ્રપત્રલેખોને વાંચીને સામયિકોમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે ને એના કેટલાક સંગ્રહ પણ ગ્રંથસ્થ થયા છે. વળી એમાંના ઘણા અભિલેખોની વર્ગીકૃત સૂચિઓ પણ પ્રગટ થઈ છે. કઈ પણ પ્રદેશ કે કાલનો ઈતિહાસ તૈયાર કરનાર પહેલાં આ ચિઓ તથા સંગ્રહોને ઉપયોગ કરે છે ને એમાં નહિ સમાયેલાં જે અન્ય અભિલેખો છૂટાછવાયા સામયિકોમાં પ્રકાશિત થયા હોય તેની માહિતી મેળવીને તેનો પણ અભ્યાસ કરે છે.
આપણા દેશમાં ઘણું અભિલેખ વંચાયા છે તે પ્રકાશિત થયા છે, છતાં હજી પણ સંખ્યાબંધ પાળિયા–લેખો, પ્રતિમા–લેખો વગેરે અણનેંધાયેલા ખેરવિખેર રહેલા છે. સરકારી પુરાતત્ત્વ ખાતાએ ખરી રીતે દરેક જિલ્લાનાં મેટાંનાનાં ગામોનું આ દષ્ટિએ સર્વેક્ષણ કરી એનાં દેવાલયમાં, જળાશયમાં, કિલ્લાઓમાં, મસ્જિદોમાં, રજાઓમાં, ધર્મશાળાઓમાં, પાદરમાં વગેરે સ્થળોએ રક્ષિત કે અરક્ષિત રહેલા તમામ અભિલેખોનું પ્રકાશન તથા એના સંગ્રહ અને એની સૂચિઓની સામગ્રી જેટલા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તેટલા પ્રમાણમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org