________________
૩૮૮
ભારતીય અભિલેખવિદ્યા
જગમ (ચલ) અભિલેખાને પાતપાતાનાં મ્યુઝિયમેામાં ખસેડી સુરક્ષિત કરવા ટે. જે અભિલેખા મંદિશ મસ્જિદો વગેરે ઇમારામાં સુરક્ષિત હેાય તે ત્યાં રહે એ ઉચિત છે. પરતુ જે અભિલેખા અરક્ષિત અને ઉપેક્ષિત પડેલા છે, તેને તેવી હાલતમાં લાંખો વખત ન રખાય. એના સંરક્ષણ માટે સરકાર પૂરા પ્રબંધ કરી ન શકે તે ત્યાં સુધી સ્થાનિક ગ્રામ-પંચાયતા તથા શાળાઓએ એવા અભિલેખાને પેાતાનાં સાર્વજનિક મકાનામાં ખસેડાવી એને સાચવવા ઘટે ને એ રાષ્ટ્રિય સ ંપત્તિના જતનમાં એ રીતે પાતાના ફાળો આપવા ઘટે.
સિક્કા તથા તામ્રપત્રોની બાબતમાં સાનીએ તથા ક ંસારાઓને પણ વધુ જાગ્રત થવાની જરુર છે. અભિલેખાના ઐતિહાસિક મહત્ત્વની જાણકારીના અભાવે એમાંના કેટલાક એ ધાતુના પદાર્થને ગાળી નાખે છે તે એના પર કાતરેલાં લખાણાના હંમેશ માટે નાશ કરી બેસે છે. વ્યક્તિએના ઘરમાં જૂનાં તામ્રપત્રા વગેરે હોય છે, તેને ઘણી વાર તે ગુપ્ત ધનની જેમ સધરી રાખે છે, પરંતુ એના સંરક્ષણ માટે કાળજી રાખતા નથી તે ઘણી વાર તેએાના વંશજો તેને નિરČક સમજી ભગાર તરીકે વેચી દે છે. ખરી રીતે આ સહુ વ્યક્તિએ તથા વેપારીઓની ફરજ છે કે તેઓએ આ ઐતિહાસિક સાધન-સંપત્તિના આ રીતે કદી નાશ થવા દેવા જોઈએ નહિ, પરંતુ જે મ્યુઝિયમેા તથા સંસ્થાએ એવી સંપત્તિ જાળવે છે તેને જ તે ભેટ કે વેચાતી આપતા રહેવી જોઈ એ.
અભિલેખાની સામગ્રી એવી સાવજનિક સંસ્થાએને હસ્તક એકત્ર થશે તા એ જલદી પ્રસિદ્ધ થશે, અભિલેખ-સૂચિ તથા અભિલેખ–સંગ્રહેામાં વહેલુ સ્થાન પામો ને ઇતિહાસ–અન્વેષકાને જલદી ઉપયાગી નીવડશે.
આથી આપણા અભિલેખાનુ સંરક્ષણ એ દરેક સમજુ નાગરિકનું કર્તવ્ય છે, સરકારના પુરાતત્ત્વ-ખાતાનું તેા એ આદિષ્ટ કાય છે. ને સુરક્ષિત તથા પ્રકાશિત અભિલેખાની પૂરી અને અદ્યતન માહિતી મેળવી તેના સર્વાંગ અભ્યાસ કરી, એ માહિતીનું શાસ્ત્રીય સંશાધન તથા અથધટન કરવું અને એના ઇતિહાસનિરૂપણમાં યથાયોગ્ય ઉપયોગ કરવો એ ઇતિહાસ-લેખકનું ઇષ્ટ કર્તવ્ય છે. ખરેખર અભિલેખેા એ ઇતિહાસના અમૂલ્ય સાધન તરીકે રાષ્ટ્રીય સ ંપત્તિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org