________________
અભિલેખનું અતિહાસિક મહત્વ
૩૭૧
દા. ત. પૂર્તકાર્યો તથા ભૂમિદાનેને લગતી મુખ્ય હકીક્તનું એ યથાર્થ અને પ્રમાણિત નનિરૂપણ કરે છે ને એમાં તે તે સમયના રાજાઓ, અધિકારીઓ વગેરેની તેમજ તે તે ઘટનાના સમયની સપ્રમાણ માહિતી પૂરી પાડે છે. પરંતુ રાજાઓ વગેરેની પ્રશસ્તિમાં ઘણું અવાસ્તવિકતા તથા અયથાર્થતા માલૂમ પડે છે. પ્રશસ્તિમાં ઘણી વાર પ્રશસ્તિના નાયકનું ચરિત માત્ર કવિસમય તથા કવિકલ્પના દ્વારા અતિશક્તિથી આલેખે છે ને એમાં કોઈ ચોક્કસ ઘટનાઓનો તથા વ્યક્તિઓને ભાગ્યે જ નિર્દેશ કરે છે. દા.ત. વલભીના મૈત્રકવંશનાં દાનશાસનમાં એણે રિપુઓના મદોન્મત્ત ગજદળ પર પ્રહાર કરીને પોતાના પરાક્રમની પ્રતીતિ કરાવી હતી, એ સેંકડે સંગ્રામની વિજયશ્રીવાળા ખર્શના તેજથી વિશેષ પ્રકાશતા પિતાના સ્કંધ ઉપર ભારે મનોરથને મોટો ભાર વહેતો હતો, સેંકડો સંગ્રામની જયપતાકા લઈને ભરોસાથી ઊંચા કરેલા બાહુદંડ વડે એણે સર્વ રિપુઓના દપને વિધ્વંસ કર્યો હતો, એ પ્રચંડ મ્પિમંડળોને નમાવનાર અપ્રતિહત ખગ જેવા શૌર્યને અવલંબતો હતો, લાંબા વિશાળ બાહદંડથી એણે શત્રવર્ગના દર્પના ભૂક્કા કરી નાંખ્યા હતા, સંગ્રામમાં એ ઊગતા સૂર્યના તાજા તાપની જેમ વાદળો જેવા શત્રુગજને સંહારતો ને સંગ્રામમાં સાથે આવેલા શત્રુઓનાં આયુષ હરતોકેપથી ખેંચેલા ખગના પ્રહારથી ભેદેલા શત્રુગજના કુંભસ્થળમાંથી પ્રસરતા મહાન ઉજજ્વળ પ્રતાપગ્નિના પ્રાકારથી પરિવૃત પૃથ્વીમંડળમાં એણે સ્થાન મેળવ્યું હતું, વિપક્ષ ભૂભૂતિનું ‘ઉમૂલન કરીને એ અખિલ ભૂમંડળની રક્ષા કરતો..” વગેરે. ૨૪
આ પ્રશસ્તિકાએ તે તે રાજાના પરાક્રમની આવી ગોળગોળ, કાલ્પનિક અને અતિશકિતભરી પ્રશસ્તિ કરી છે, તેને બદલે એમાં એ રાજાના કોઈ ચોક્કસ પરાક્રમનું નિરૂપણ કર્યું હોત, તો તે આપણને એનાં પરાક્રમોના આલેખન માટે ઉપયોગી વડત.
કેટલીક વાર પ્રશસ્તિકાર કવિઓ માત્ર કલ્પના–ઉડ્ડયન અને અલંકારોમાં રાચે છે. વ્યતિરેક અંલકાર દ્વારા રાજાને ઉપમાનો કરતાં ય ચઢિયાત બતાવે છે, શબ્દ-લેષ પ્રાજવા માટે કૃત્રિમ ઉપમાઓ, વ્યતિરેક અને વિરોધાભાસે ઉપજાવે છે ને કેટલીક વાર યમક કે અનુપ્રાસ માટે અપ્રસ્તુત ભાવો કે પદ પ્રયોજે છે. આ લક્ષણ સાહિત્યમાં મળતી પ્રશસ્તિઓને તથા ચરિતકાવ્યોને પણ લાગુ પડે છે. આવાં કેવળ કાવ્યમય પ્રશિસ્ત–પદોમાંથી યથાર્થ ઇતિહાસ વિશે ભાગ્યેજ કંઈ જાણવા મળે છે. પરોક્ષ રીતે કંઈક સાંસ્કૃતિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org