________________
૩૭૩
અભિલેએનું ઐતિહાસિક મહત્વ પિતાના સંદર્ભમાં નલમૌર્ય અને કદંબના રાજાઓને વશ કર્યાનું જણાવ્યું છે એટલું જ વારતવિક છે. ૧૨૮
એવી રીતે ચંદેલ રાજા ધંગ(ઈ.સ. ૯૫૦-૧૦૦૨)ના એક ખજુરાહો લેખમાં એ રાજાએ કાંચી, આંધ્ર, રાઢા (બંગાળામાં અને અંગ સહિત અનેક રાજ્યના રાજાઓને પરાભવ કર્યો ને તેઓની રાણુઓને કારાગૃહમાં પૂરી એવું જણાવ્યું છે તે પણ અવાસ્તવિક કલ્પના જ છે.૧૨૯
અનુકાલીન અભિલેખોની સરખામણીએ વધુ પ્રાચીન અભિલેખમાં અવાસ્તવિક અતિશયોક્તિઓ ઓછા પ્રમાણમાં નજરે પડે છે. દા. ત. મહાક્ષત્રપ રુદ્રદામા ૧ લો, સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકણિ અને ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તની પ્રશસ્તિમાં તે તે રાજાના શાસન નીચેના જે પ્રદેશ ગણાવ્યા છે. તે અસંભવિત કે કાલ્પનિક લાગતા નથી.
કને જતા ગુજર-પ્રતીહારના સામંત એવા ચંદેલ રાજા યશવમાં(૧ભી સદી)ના એક ખજુરાહો અભિલેખમાં એણે ગૌડ. ખશ, કોશલ, કશ્મીર, મિથિલ, માલવ, ચેદિકુરુ અને ગુર્જર દેશના રાજાઓને વશ કર્યા હોવાનું જણાવ્યું છે, તેમાં શિઃ વોશાનામ્, શિfથતિશયિક, કુતપુ મસ્ત ઇત્યાદિ પદોમાં - શબ્દાલંકાની ચમત્કૃતિ દર્શાવવા માટે જ કેટલાક અવાસ્તવિક નિર્દેશ કરેલા છે. ૧૩૦ સાહિત્યિક કાવ્યોમાં પણ ઘણી વાર અંગ અને કાંચી જેવાં રાજ્યોને સમાવેશ રાજાના દિગ્વિજય–વર્ણનમાં કેવળ શબ્દ ચમત્કૃતિ માટે કરવામાં આવતો.
નાનાં રાજ્યના રાજાઓના નાના વિજયના નિરૂપણમાં પણ ચારે દિશાને દિગ્વિજય ક્યનું અને અખિલ પૃથ્વીમંડલ પ્રાપ્ત કર્યાનું જણાવવામાં આવે છે. દા.ત. પરમાર રાજા લક્ષ્મવર્મા(લગભગ ઈ.સ. ૧૦૮૭–૭)ની નાગપુર પ્રશસ્તિમાં એણે પૂર્વમાં ગૌડ, અંગ અને કલિંગ, દક્ષિણમાં ચળ અને પાંડવ્ય તથા તામ્રપણું અને સેતુબંધ અને ઉત્તરમાં વંક્ષ(ઓકસસ)ના તટ પરના તુરુષ્ક પર વિજય પ્રાપ્ત કર્યાનું જણાવ્યું છે. તેમાં કવિ કાલિદાસે “રઘુવંશ'માં નિરૂપેલા રઘુના દિગ્વિજયનું સ્પષ્ટ અનુકરણ નજરે પડે છે. ૧૩૧ “રઘુવંશ'માં પણ એ નિરૂપણ રામના પૂર્વજ રઘુના સમયની વાસ્તવિક રાજકીય ભૌગોલિક સ્થિતિ દર્શાવતું નથી.૩૨
અનુકાલીન લેખમાં નાનાં રાજ્યના રાજાઓ પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર અને ચક્રવતી જેવાં મહાબિરુદ ધારણ કરે એ વૃત્તિ પ્રવર્તે છે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org