________________
૩૦.
- : ભારતીય અભિલેખવિદ્યા અંતર્ગત ગણાતો. આથી એ દેશમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિને લગતા અનેક અભિલેખ મળે એ સ્વાભાવિક છે.
ભારતીય સંસ્કૃતિના નિરૂપણમાં આસપાસના પડોશી દેશોમાં થયેલા એના પ્રસારનું નિરૂપણ અનિવાર્ય છે, નહિ તો ભારતીય સંસ્કૃતિને ઇતિહાસ એટલો અધૂરો ગણાય. આ પ્રસાર અંગેની માહિતી ત્યાંના અભિલેખો, સાહિત્ય તથા પુરાતન અવશેષો પરથી ઉપલબ્ધ થાય છે. ઊણપ અને મર્યાદાઓ
આ રીતે અભિલેખો રાજકીય ઇતિહાસ, રાજ્યતંત્ર, ભૂગોળ, કાલગણના, ધમ, ભાષા, લિપિ, સાહિત્ય, સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, વાસ્તુકલા તથા શિલ્પકલા અને બૃહદ્ભારત જેવા વિવિધ વિષયેની જાણકારી માટે વત્તેઓછે અંશે મહત્ત્વની સાધન-સામગ્રી પૂરી પાડે છે. રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસના અન્વેષણમાં અભિલેખ એક ઘણું ઉપયોગી સાધન છે.
છતાં અન્ય સાધનની જેમ આ સાધનમાં પણ કેટલીક ઊણપ અને મર્યાદાઓ રહેલી છે.
અભિલેખો મુખ્યત્વે રાજાઓ તથા શ્રીમતનાં સુકૃત્ય નેધે છે. એમાં પ્રજાના મધ્યમ તથા નીચલા વર્ગના લોકેની સ્થિતિ તથા ઘટનાઓ વિશે ઘણે જૂજ નિર્દેશ આવે છે. સાહિત્યમાં પણ ઐતિહાસિક કાવ્ય, નાટક, આખ્યાયિકાઓ અને ચમ્પમાં મોટે ભાગે રાજાઓ તથા શ્રીમંતોનું ચરિત આલેખેલું હોય છે. પુરાણમાં આપેલી વંશાવળીઓમાં પણ રાજાઓની વંશાવળીઓ સહુથી વધુ પ્રમાણમાં જળવાઈ છે. રાજાશાહી તથા મૂડીવાદી સમાજમાં રાજાઓ તથા શ્રીમતનાં ચરિતાને તથા સુકૃતોને સવિશેષ મહત્ત્વ મળે એ સ્વાભાવિક છે. ઘણું અભિલેખોના વિષય મુખ્યત્વે પૂર્તકાર્યો તથા ભૂમિદાનને લગતા હોઈ એ સુકૃત કરનાર રાજાઓ તથા શ્રીમંતેની જ એમાં નધિ તથા પ્રશસ્તિ આવે એ પણ સ્વાભાવિક છે. આથી અભિલેખોને શાસકો તથા શ્રીમંતોને લગતા ઈતિહાસ માટેના સાધન તરીકે મુખ્યત્વે લાભ મળે છે, જ્યારે આમ વર્ગની આર્થિક-સામાજિક સ્થિતિ વિશે એમાંથી ઘણી જૂજ માહિતી મળે છે એ એની એક મોટી અને ગંભીર મર્યાદા છે. ૧૨૩
અભિલેખમાં તે તે સમયમાં બનેલી ઘટનાઓનું નિરૂપણ કરેલું હેઈ, સમકાલીન સાધન તરીકે એ એકંદરે ઘણી પ્રમાણિત માહિતી પૂરી પાડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org