________________
અભિલેખનું ઐતિહાસિક મહત્વ
૩૬૯
અભિલેખ મળ્યા છે, જે ઉતારી શૈલીની બ્રાહ્મી લિપિમાં કતરેલા છે. કેટલાક લેખ ત્યાંની પ્રાચીન કવિ ભાષામાં લખેલા છે. જાવાના તથા સુમાત્રાના પ્રાચીન અભિલેખોમાં બૌદ્ધ ધર્મના તથા શૈવ વગેરે ધર્મસંપ્રદાયના અનેક ઉંલેખ મળે છે. એમાં દેવો, બ્રાહ્મણો, નદીનાન, મંત્ર, ભૂમિદાન, ગોદાન, સુવર્ણદાન વગેરેના નિર્દેશ આવે છે. દા. ત. રાજા પૂર્ણવમના વર્ષ ૨૨ ના લેખમાં ચંદ્રભાગા નદી, ફાગુન માસ, ચિત્ર શુકલ ત્રયોદશી, ગોમતી નદી, બ્રાહ્મણો અને ગોદાનને નિર્દેશ કરેલો છે. ૧૧૬ રાજા શૈલેજે કલશ નામે ગામનું દાન ભિક્ષસંઘને દીધું તેને અભિલેખ સંસ્કૃત પદ્યમાં છે. એમાં અંતે દાનના પાલનને લગતા શ્લોક આપેલા છે. ૧૧૭ સમયનિર્દેશમાં શક સંવતનાં વર્ષ, અહીંના માસ, પક્ષ અને તિથિ આપવામાં આવે છે.
શૈલેન્દ્ર વંશના પ્રસિદ્ધ રાજા બાલપુત્રદેવે ભારતના નાલંદામાં બે બૌદ્ધ વિહાર કરાવ્યા હતા ને એના નિભાવ માટે પાલવંશી રાજા દેવપાલદેવને પાંચ ગામનું દાન દેવા વિનંતી કરી હતી. ૧૧૮ એવી રીતે શૈલેન્દ્ર વંશના રાજા મારવિજયજીંગવર્માએ નાગપટ્ટન(આંધ્ર પ્રદેશ)માં વિહાર કરાવ્યો હતો, ને રાજેન્દ્ર ચળે એનું તામ્રપત્ર કેતરાવ્યું હતું.૧૧૯ આમ ઈન્ડોનેશિયાના રાજાઓ ભારતના સમકાલીન રાજાઓ સાથે સક્રિય સંપર્ક ધરાવતા.
સમુદ્રપાન કરી ગયા હોવાનું મનાતા અગત્ય ઋષિને દરિયાપારના આ દેશની ભારતીય વસાહતમાં ઘણો મહિમા પ્રવર્તતો. પૂર્વ જાવામાં મળેલા ઈ. સ. ૭૬ ના સંસ્કૃત શિલાલેખમાં અગત્યની પ્રતિમાની પ્રતિષ્ઠાનું નિરૂપણ કરેલું છે. ૧૨૦ - બોનિ ટાપુમાં પણ સંસ્કૃત શિલાલેખો તથા સ્તંભલેખો મળ્યા છે. દા. ત. મૂલવમાં નામે રાજાએ યજ્ઞ કરીને મહાદાન દીધેલાં, તેને લગતા ચૂપ સ્થાપિત કરાવી તેના પર લેખ કોતરાવ્યા છે. ૧૨ ૧
જાવાની બાજુમાં આવેલા બાલી ટાપુમાં ભારતીય સંસ્કૃતિ અદ્યપર્યત પ્રચલિત છે. ત્યાં પણ અનેક સંસ્કૃત લેખ મળ્યા છે, જેમાં રાજા ધર્મદામાના લેખ ખાસ નોંધપાત્ર છે.
આ ઉપરાંત નેપાલ અને તિબેટ જેવા પોશી દેશમાં પણ અનેક સંસ્કૃત લેખ મળ્યા છે. આ લેખ તે સમયની બ્રાહ્મી લિપિમાં કરેલા છે. ૧૨૨
પાકિસ્તાનનો પ્રદેશ તો છેક ૧૯૪૭ સુધી ભારતવર્ષની અંતર્ગત હતો ને અફઘાનિસ્તાનનો ઘણો ભાગ પ્રાચીન કાળમાં ગંધાર વગેરે રૂપે ભારતની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org