________________
અભિલેખોનું ઐતિહાસિક મહત્ત્વ
બમાંમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને લગતા, સુવર્ણપત્રો પર કોતરેલા લેખ પણ પ્રાપ્ત થયા છે. ૧૦૮ આ લેખ પાલિ ભાષામાં લખેલા ને છઠ્ઠી સદીની બ્રાહ્મી લિપિમાં કતરેલા છે. એમાં
ये धम्मा हेतुपभवा तेसं हेतु तथागतो आह । तेसञ्च यो निरोधो एवंवादि महासमना ति ॥
એ જાણીતી બૌદ્ધ ગાથા અગ્રિમ સ્થાન ધરાવે છે. એમાં બુદ્ધના શિષ્ય અસ્સજિએ સારિપુત્તને મહાશ્રમણ તથા ગતના મતના સાર જણાવ્યું છે : “હેતુના પ્રભવવાળા જે ધર્મો (તો) છે તેને હેતુ તથાગત કહ્યો છે, ને એને જે નિરોધ છે (તે પણ કહ્યો છે): મહાશ્રમણને વાદ આ પ્રમાણે છે.” આ ગાથા ભારતના બૌદ્ધોમાં પણ ઘણી પ્રચલિત હતી. માટીની ગુટિકાઓ પર આ ગાથા કોતરાવીને ભિક્ષુઓ એને હરહંમેશ પિતાની પાસે રાખતા.૧૦૯
ભારતની જેમ આ દેશોમાં પણ પહેલાં લેખ પ્રાકૃત ભાષામાં લખાયા ને પછી સંસ્કૃત ભાષામાં. મલયદેશમાં ૫ મી સદીના સંરકૃત લેખ મળે છે, જે દક્ષિણ શૈલીની બ્રાહ્મી લિપિમાં કતરેલા છે. એમાં પણ પેલી ગાથા આપેલી છે, સંસ્કૃત ભાષામાં :
ये धर्भा हेतुप्रभवा तेषां हेतु तथागत आह । तेषां च यो निरोध एवंबादी महाश्रमणः ।
અલબત્ત આ ભાષામાં પ્રાકૃતની છાંટ વરતાય છે. આ ગાથાની સાથે એક બીજે જાણીતો લેક પણ આપવામાં આવે છે:
જ્ઞાનાન્વીતે જ ગુન્મનઃ વાર્મ જાળમ્'. ज्ञानान्न चीयते कम काभावान्न जायते ॥
[અજ્ઞાનથી કર્મને ચય (સંગ્રહ) થાય છે ને કર્મ જન્મનું કારણ છે; જ્ઞાનથી કમને ચય થતો નથી ને કર્મને અભાવથી જન્માતું નથી, અર્થાત જન્મ થતો નથી.]
હિંદી ચીનના અન્ય દેશો- થાઈલેન્ડ, બેડિયા, વિયેતનામ–માં પણ અનેક સંસ્કૃત અભિલેખ મળ્યા છે. આ લેખે પણ પ્રાયઃ દક્ષિણી શૈલીની બ્રાહ્મી લિપિમાં કેતરાયા છે, જેમ કે ચંપા(દક્ષિણ વિયેતનામ)માં મળેલા ૨ જીથી ૫ મી-૬ ઠ્ઠી સદીના સંસ્કૃત અભિલેખો.૧૧૧ એમાં કોઈ લેખ દાનને લગતા છે, કોઈ લેખ યજ્ઞને લગતા, ને કોઈ મંદિરને લગતા છે. આ લેખો પરથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org