________________
અભિલેખેનું એતિહાસિક મહત્વ
૩૬૫
ઘણાખરા અભિલેખોને મુખ્ય વિષય રાજકીય કે ધાર્મિક હેઈ, એમાંથી પ્રમાણમાં આવી માહિતી ઘણું ઓછી મળે છે. છતાં કયારેક ધર્મદેયં નિમિતે પણ કેટલીક આર્થિક વિગતો પ્રાસંગિક રીતે પ્રાપ્ત થાય છે. દા. ત. માંગરોળની સોઢળી વાવના શિલાલેખ(વિ.સં. ૧૨૦૨)માં 1 0 0 વાવના નિભાવ માટે બાંધી આપવામાં આવેલા જે લાંગા જણાવ્યા છે તેમાં માંગરોળની દાણમાંડવીનો, તેમાંથી આપવાના રોજના ૧ કાષપણને, પિઠિયાની છાટ, અનાજ ભરેલા ગાડાનો, ગઈ. ભની છાટનો, વેલાળીને ૧૦ ૧ એ સમયે પણ માંગરોળ-ચોરવાડમાં થતી નાગરવેલના પાનની ઊપજન, ઊંટના ભારાને, નિમકના અગરનો, ઘત પરના લાગાનો ને સોપારીની ઊપજને ઉલ્લેખ આવે છે. એ તે સમયની પેદારો તથા માલ લઈ જવાનાં સાધને વગેરે માટે ઉપયોગી નીવડે છે. સેલંકી રાજા ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૮૭ ના દાનશાસનમાં ઘી, તેલ, અજમો, મેથી, આમલી, બહેડાં, મંજીઠાં, કલઈ, હિંગ, પરવાળાં, ચંદન, કપૂર, કસ્તુરી, કુંકુમ, અગુરુ (અગર), તમાલપત્ર, જાયફળ, જાવંત્રી, કાપડ, નાળિયેર, હરડાં, ખાંડ, ગોળ, સાકર, મરચાં, દાંત, મીણ, ખજૂર, ખારેક વગેરે અનેક ચીજોનો ઉલ્લેખ આવે છે. સોલંકી રાજા અજુનદેવના સમયના વિ. સં. ૧૩૨૦ ને લેખમાં ૧૦૩ ઘાણીને નિર્દેશ કરવામાં આવ્યું છે.
ભૂમિદાનને લગતા દાનશાસનમાં ક્ષેત્રના સંદર્ભમાં ખેડૂતો અને માલિકોના સંબંધમાં પ્રજાના જુદા જુદા વર્ગો(બ્રાહ્મણ, કણબી, વણિક, નાપિત, માળી વગેરે)ને નિર્દેશ મળે છે. સાક્ષીઓ તથા ટ્રસ્ટીઓને લગતા ઉલેમાં પણ અનેક જ્ઞાતિઓ તથા અનેક ધંધાદારી વર્ગોને નિર્દેશ આવે છે.
વિદ્વાન નાનાકની પ્રશસ્તિઓમાં વેદ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, વ્યાકરણ, કાતંત્ર, રામાયણ, મહાભારત, છંદશાસ્ત્ર, નાટક, અલંકારશાસ્ત્ર ઇત્યાદિ વિદ્યાઓને નિર્દેશ થયા છે તે એ સમયની પ્રચલિત વિદ્યાઓનો ખ્યાલ આપે છે. બ્રાહ્મણોનાં ગોત્ર તથા વિદ્યાશિક્ષણનાં કેન્દ્રો વિશે પણ અભિલેખો પરથી કેટલીક માહિતી ઉપલબ્ધ થાય છે.
વાસ્તુકલા અને શિલ્પકલા
ઘણા અભિલેખ મંદિર, વાવ, મસ્જિદ વગેરેના નિર્માણ કે પુનનિર્માણને લગતા હોઈ એમાં કેટલીક વાર વાસ્તુકલા (સ્થાપત્ય) તથા શિલ્પકલાના ઉલ્લેખ આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org