________________
७१४
ભારતીય અભિલેખવિદ્યા
| ગિરનારનાર તથા શત્રુંજયના એ સમયના શિલાલેખમાં આ કવિના કેટલાક
લોક ઉદાહત કરેલા છે. ગિરનારના અન્ય શિલાલેખમાં માલધારી નરચંદ્રસૂરિ, નરેન્દ્રસૂરિ તથા ઉદયપ્રભસૂરિના શ્લોક આપેલા છે. ડભોઈના વૈદ્યનાથ મહાદેવની પ્રશસ્તિ એ ગુર્જરેશ્વર પુરોહિત સોમેશ્વર દેવની રચના છે.૯૧
નાનાકની બે પ્રશસ્તિઓ પરથી ગુજરાતના બે ગણનાપાત્ર કવિઓની માહિતી મળે છે. એક પ્રશસ્તિનો ૯૫ રચનાર હતો કૃષ્ણ, જે અષ્ટાવધાની હતા, બાલસરસ્વતી' તરીકે ઓળખાતે ને “કુવલયાધુચરિત્ર' નો કર્યા હતા. બીજી પ્રશસ્તિ (વિ. સં. ૧૩૨૮) રચનાર કવિ હતો ગણપતિ નામે વ્યાસ, જે સોમેશ્વરદેવ પછી એ પદે નિમાયે હતો. એણે વીસલદેવે કરેલા ધારાધ્વસ” વિશે મહાપ્રબંધ પણ ર હતે. સારંગદેવના સમયની ત્રિપુરાન્તક પ્રશસ્તિ ૯૭ રચનાર ધરણીધર પણ સિદ્ધહસ્ત કવિ હોવાનું માલૂમ પડે છે. - અભિલેખોમાં આવા અનેક જ્ઞાત-અજ્ઞાત કવિઓની સુંદર સાહિત્યિક રચનાઓ મળે છે. એમાંના કેટલાક કવિઓ માત્ર અભિલેખો દ્વારા જ્ઞાત થયા છે. સામાજિક અને આર્થિક સ્થિતિ
અભિલેખમાં તે તે સમયની સામાજિક અને આર્થિક સ્થિતિ વિશે ઉપયોગી નીવડે તેવા કેટલાક પ્રાસંગિક ઉલ્લેખ આવે છે, જે સાહિત્યિક સાધનોમાંથી મળતી માહિતીમાં પૂરક બને છે. આ પ્રકારના ઉલ્લેખ આનુષગિક અને છૂટા
દ્વાયા હોય છે. દા. ત. અશકના અભિલેખોમાં મેળાવડાઓ અને માંસાહારની મિજબાનીઓ, મૃગયા વગેરે મજશોખ સાથેની વિહારયાત્રા, રાજરસોડામાં થતો માંસાહાર, માર્ગો વૃક્ષો અને કૂવાઓને પ્રબંધ વગેરે પૅડીક સામાજિક બાબતો વિશે આનુષંગિક ઉલ્લેખ આવે છે.
નહપાનના સમયના ગુફાલેખોમાં અક્ષયનીવિના ન્યાસ (થાપણ) તરીકે મુકાતી રકમ અને એના પરના વ્યાજના દરનો નિર્દેશ આવે છે.૯૮ - ક્યારેક રાજાનાં વસ્ત્રાભૂષણને, તેના રાજકેશનો, તેની વિદ્યાકલાઓનો અને તેનાં પરમાર્થ કાર્યોનો ઉલ્લેખ આવે છે એ પરથી એ સમયની સામાજિકઆર્થિક સ્થિતિ વિશે થોડી સામગ્રી ઉપલબ્ધ થાય છે. ભાનુગુપ્તના સમયના ગોપરાજના મૃત્યુને લગતા એરણ શિલાતંભલેખ(ઈ. સ. ૫૧૦)માં પરાજની પત્ની સતી થયાને નિર્દેશ આવે છે ૯૯ એ તે સમાજિક-ધાર્મિક રિવાજને લગતા પ્રાચીન ઉલ્લેખમાં મહત્ત્વના ગણાય,
. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org