________________
અભિલેખાનું અતિહાસિક મહત્ત્વ
૩૬૩
યશોધર્માની મંદસોર શિલાતંભ પર કોતરેલી પ્રશસ્તિ રચનાર વાસુલે કાવ્યના થોડા પણ રુચિર લેક રચ્યા છે.
વલભીના મૈત્રક રાજાઓનાં દાનશાસનમાં આપેલી રાજાઓની પ્રશસ્તિઓ ઉચ્ચ શૈલીના સંસ્કૃત ગદ્યમાં રચાઈ છે. રાષ્ટ્રફિટ રાજાઓનાં દાનશાસનમાં તેઓની પ્રશસ્તિ પદ્યમાં રચાઈ છે. એમાં કેટલાક શ્લોક સચિર કાવ્યતત્ત્વ ધરાવે છે.
ચાલુક્ય નરેશ પુલકેશી ૨ જાની અહળ પ્રશસ્તિ૮૨ રચનાર કવિ રવિકીર્તિ હતો, એ પિતાને કાલિદાસ અને ભારવિની કીર્તિ જેની કીર્તિ પ્રાપ્ત થયાનો દાવો કરે છે. અહળનું જિનાલય એ કવિએ બંધાવ્યું હતું. મૌખરિ રાજા ઈશાનવર્માના હરહા શિલાલેખમાંની પ્રશસ્તિ૮૩ રવિ શાંતિ નામ કવિની સુંદર રચના છે. સેનવંશી નરેશ વિજયસેનની દેવપારા પ્રશસ્તિ૮૪ કવિ ઉમાપતિવરની રુચિકર રચના છે. ચંદેલવંશી રાજા ધંગના ખજુરાહો લેખમાં૮૫ માધવ કવિએ રચેલી સુંદર પ્રશસ્તિ આપેલી છે. દિલ્હીના સ્તંભ પર કોતરેલી ચાહમાન રાજા વિગ્રહરાજવીસલદેવની પ્રશસ્તિ (વિ. સં. ૧રર૦) શ્રીપતિ નામે ગૌડ કવિએ રચેલી છે. - આમાંના ઘણા કવિઓ તો આ અભિલેખ પ્રશસ્તિઓ દ્વારા જ પ્રકાશમાં આવ્યા છે. સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં તેમાંના કેટલાક ગણનાપાત્ર સ્થાન પામ્યા છે.
ગુજરાતના સોલંકી રાજયના શિલાલેખોમાં પણ સાહિત્યિક દષ્ટિએ રુચિર ગણાય તેવી કેટલીક પ્રશસ્તિઓને સમાવેશ થાય છે. માંગરોળના શિલાલેખ (વિ. સં. ૧૨૦૨)માં આપેલી પાશુપત આચાર્ય મહાપંડિત પ્રસર્વરે રચેલી પ્રશસ્તિ સાધારણ કેદીની છે, પરંતુ સિદ્ધરાજના માનીતા કવિ શ્રીપાલે રચેલી આનંદપુરના વપ્રને લગતી પ્રશસ્તિ૮૮ સંસ્કૃત સાહિત્યમાં કાવ્યના એક ઉત્તમ નમૂના તરીકે સ્થાન પામે તેવી છે. પ્રભાસપાટણના શિલાલેખોમાં કુમારપાલ તથા ભાવ પરસ્પતિને લગતી પ્રશસ્તિ રુદ્રસૂરિ નામે કવિએ રચી છે, તેમાં કાવ્યતત્ત્વની સ્વાભાવિકતા રહેલી છે. શ્રીધરની પ્રશસ્તિ રચનાર કવિનું નામ અભિલેખમાં લુપ્ત થયું છે, પરંતુ એ પ્રશસ્તિ પણ કાવ્યની દષ્ટિએ ગણનાપાત્ર છે.
ગુજરેશ્વર પુરેહિત સેમેશ્વરદેવ એ મહામાત્ય વસ્તુપાલના સમયને સુપ્રસિદ્ધ કવિ હતા. આબુ પર તેજપાલે બંધાવેલા નેમિનાથ પ્રાસાદને લગતી એણે રચેલી પ્રશસ્તિી એ સમયના પ્રચલિત કાવ્યસ્વરૂપને એક ઉત્તમ નમૂનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org