________________
૩૬૨
ભારતીય અભિલેખવિદ્યા કેવી રીતે ઘડાઈ એને સિલસિલાબંધ ઇતિહાસ જાણી શકાય છે. મૂળાક્ષ, અંતર્ગત સ્વરચિહ્નો અને સંયુક્તાક્ષરોને તેમજ અંકચિહ્નો, સંત ચિહ્નો અને વિરામચિહ્નોને ક્રમિક વિકાસ પણ એના પરથી સ્પષ્ટ થયું છે. સંખ્યાદર્શક પદ્ધતિઓમાં પ્રાચીન અંકચિહ્નોની જગ્યાએ શૂન્યના ચિહ્ન અને સ્થાનમૂલ્યના સિદ્ધાંતવાળી દશગુણોત્તર અંકચિહ્નોની નૂતન પદ્ધતિ કયારે પ્રચલિત થઈ તે પણ પ્રાચીન અભિલેખમાં જોવા મળે છે. હિંદી, ગુજરાતી, બંગાળી વગેરે ભાષાઓ અને તમિળ, તેલુગુ વગેરે ભાષાઓ બે ભિન્ન ભાષાકુલની હોવા છતાં તે બે ભાષાકુલોની લિપિઓ તે એકજ કુલની છે, બ્રાહ્મી લિપિમાંથી જ વ્યુત્પન્ન થઈ છે એ પણ ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતના પ્રાચીન અભિલેખેનાં લિપિસ્વરૂપો પરથી ફલિત થયું છે. આમ અભિલેખ ભાષાની જેમ લિપિને વિકાસ દર્શાવતું મહત્વનું સાધન છે. પ્રાચીન કાલ માટે તે એ મુખ્યત્વે એકમાત્ર સાધન નીવડે છે. સાહિત્ય
ભારતીય સાહિત્યના વિકાસને ઇતિહાસ આલેખવામાં પણ અભિલેખો કેટલેક અંશે ઉપગી નીવડે છે. કેટલાક અભિલેખો સાદા ગદ્યમાં હોય છે, જ્યારે બીજા કેટલાક ઉચ્ચ શૈલીના ગદ્યમાં કે સુંદર પદ્યમાં હોય છે.
મૌર્યકાલ તથા અનુ-મોયકાલના લગભગ સવ અભિલેખ સાદી સીધી શૈલીમાં લખાયા છે. પરંતુ બીજી સદીથી અભિલેખોમાં કેટલીક વાર કાવ્યરચનાના ઉત્તમ નમૂના ઊપલબ્ધ થાય છે. રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો જૂનાગઢ શૈલલેખ (ઇસ. ૧૫૦૦૫ ચાર પાંચ સદીઓ પછી વિકસલી જોવા મળતી દંડી, બાણ અને સુબંધુની ઉચ્ચ ગદ્ય શૈલીને પ્રાચીન નમૂનો પૂરો પાડે છે. દુર્ભાગ્યે એ સુંદર લેખ રચનાર કવિનું નામ અજ્ઞાત છે. વાસિકીપુત્ર પુલુમાવિને વર્ષ ૧ લાનો નાશિક ગુફાલેખક તેમ જ ખારવેલને હાથીગુફા લેખ૭ પ્રાકૃત લેખની ગદ્ય શૈલીના ગણનાપાત્ર નમૂના છે.
ગુપ્તકાલથી કાવ્યમય પ્રશસ્તિઓ રચનાર કવિઓનાં નામ જાણવા મળે છે. સમુદ્રગુપ્તની અલાહાબાદ શિલાતંભ પ્રશસ્તિ૭૮ રચનાર હરિષણ એક ઉચ્ચ અધિકારી હતા, પણ એણે ગદ્ય તથા પદ્ય શૈલીને સારે નમૂને આપે છે. કુમારગુપ્ત ૧ લાના સમયના મંદર શિલાખની પ્રશસ્તિ૯ રચનાર વત્સભષ્ટિ એ સમયને સિદ્ધહસ્ત કવિ ગણાય. કંદગુપ્તના સમયની “સુદર્શન તટાક સંસ્કાર ગ્રંથ રચના ૮૦ કરનાર કવિનું નામ ભલે અજ્ઞાત રહ્યું, એની કૃતિમાં પણ કાવ્યતત્વની ચમત્કૃતિ નજરે પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org