________________
સેલંકી રાજ્યના શિલાલેખ
૩૪૩ વિદ્વાન હતો. એણે “પાપરા' નામે વ્યાગ (એક પ્રકારનું રૂપક) રચ્યો છે. . ૪૩-૫૮ માં વસ્તુપાલ, તેજપાલ અને મલદેવનાં પત્ની-પુત્રીની માહિતી આપી છે એ એની વિશેષતા છે. વળી એમાં અનુપમદેવીના પિતામહ તથા પિતાને પણ પરિચય આપ્યો છે. આબુ પર આ મંદિરના નિભાવ તથા ઉત્સવાને લગતો જે શિલાલેખ છે, તેમાં મંદિરની સંભાળ જેઓને સોંપવામાં આવેલી તેમાં તેજપાલના કુટુંબ ઉપરાંત અનુપમદેવોનું પિતૃકુલ જે (આબુની તળેટીમાં આવેલ) ચંદ્રાવતીમાં રહેલું હતું તેને પણ સમાવેશ થતો હતો.૪૨
એ લેખમાં મંદિરનો પરિચય અબુદાચલ ઉપરના દઉલવાડા (દેલવાડા) ગામના લૂણસિંહવસહિકા નામે નેમિનાથદેવ-ચત્ય તરીકે આપ્યો છે.૪૩
આ પરથી સ્પષ્ટ થાય છે કે અનુપમદેવીનું પિયેર ચંદ્રાવતીમાં હતું. આથી એણે તેજપાલને આબુ ઉપર દેલવાડામાં મંદિર બંધાવવાની પ્રેરણા આપી હોય એ સ્વાભાવિક છે. આ ચિત્ય એના પુત્ર લૂણસિંહના નામે “લૂણસિંહવસહિકા તરીકે ઓળખાતું.
આ સમયે આબુના પરમાર વંશમાં સોમસિંહદેવ રાજ્ય કરતો હતો. એ મહારાજાધિરાજ ભીમદેવનો મહામંડલેશ્વર હતો.૪૪
ભીમદેવ ૧ લાના દંડનાયક વિમલે અહીં આદિનાથ ઋષભદેવનું મંદિર બંધાવ્યું હતું. તેજપાલે અહીં નેમિનાથનું મંદિર બંધાવ્યું. નેમિનાથ ૨૨ મા તીર્થકર હતા ને યાદવ કુલના હતા.
આ મંદિરને ફરતો પ્રકાર છે. મોખરે બલાનક (દરવાજો) છે. ગર્ભગૃહની આગળ મંડપ છે. આસપાસની ભમતીમાં દેવકુલિકાઓ (દેરીઓ) છે, જેમાં કોઈ ને કોઈ તીથ કરની પ્રતિમા બિરાજે છે. દરેક દેવકુલિકા તેજપાલે પિતાના વિશાળ કુટુંબની કોઈ ને કોઈ વ્યક્તિના શ્રેય અર્થે બંધાવેલી હતી એવું એને લાગતા અભિલેખો પરથી માલૂમ પડે છે.
આ ચિત્રમાં મૂલગભારો, ગૂઢમંડપ અને રંગમંડપ ઉપરાંત હસ્તિશાલા પણ છે. વચ્ચે આદીશ્વરની એક મોટી પ્રતિમા તથા મેરુ પર્વતની રચના છે. એની બંને બાજુએ પાંચ પાંચ મોટા હાથી પર પાલખીમાં બેઠેલા એક એક શ્રાવકની પ્રતિમા, મહાવતની તથા છત્રધરની મૂતિ સાથે બેસાડીલી હતી, પરંતુ હાલ એ પ્રતિમાઓ નષ્ટ થઈ ગઈ છે. દરેક હાથીની નીચે તે તે શ્રાવકનું નામ કોતરેલું છે. તેમાં આ લેખમાં જણાવ્યા મુજબ ચંડપ, ચંડપ્રસાદ, સોમ, અધરાજ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org