________________
૧૮.
અભિલેખાનું ઐતિહાસિક મહત્ત્વ
ભારતના રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસના અધ્યયન, સંશોધન અને નિરૂપણ માટે અભિલેખો એ એક ઘણું મહત્ત્વનું સાધન છે.
લેખનકલાના સાધનની પહેલાંની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના અન્વેષણ માટે પુરાવશેષો પર જ આધાર રાખવો પડે છે. આદ્ય-એતિહાસિક કાલની સંસ્કૃતિના અધ્યયન માટે કેટલાંક લિખિત કે અભિલિખિત સાધન ઉપલબ્ધ હોય છે, પરંતુ પૂરતા પ્રમાણમાં અને નિશ્ચિત સમયાંકન સાથે નહિ. દા. ત. હરપ્પીય સભ્યતાનાં ખંડેરોમાંથી હજારે અભિલિખિત મુદ્રાઓ મળી છે, પરંતુ એ અભિલેખો હજી સંતોષકારક રીતે ઊકલતા ન હોઈ, એ સભ્યતાના લોકોનાં જાતિ, ભાષા, ધર્મ વગેરે સુનિશ્ચિત થઈ શકતું નથી. એવી રીતે વૈદિક સાહિત્યમાં ભારતીય આર્યોનાં ધાર્મિક (અને કેટલેક અંશે સામાજિક) વિચારો તથા ક્રિયાઓ વિશે વિપુલ માહિતી મળે છે. પરંતુ એનું ચોક્કસ સમયાંકન કરવું મુશ્કેલ છે. પુરાણોમાં ભારતના અનેક પ્રાચીન રાજવંશોનો વૃત્તાંત નિરૂપાય છે, પરંતુ ઈ. સ. પૂ. ૬ ઠ્ઠી સદી પહેલાંના રાજવંશના વૃત્તાંતની ઐતિહાસિકતા હજી પ્રતિપાદિત થઈ શકતી નથી, ખાસ કરીને તે તે સમયના અભિલેખોના સમકાલીન પુરાવાના અભાવે. રાજકીય ઇતિહાસ
પ્રાચીન અભિલેખોના આધારે ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીની ઐતિહાસિકતા પ્રતિપાદિત થતાં મગધના રાજા બિંબિસાર સુધીના રાજાઓની ઐતિહાસિકતા સ્વીકારાઈ શકે છે. નંદવંશના અભિલેખ મળ્યા નથી, પરંતુ અનકાલીન ખારવેલના ગુફાલેખમાં એ વંશને લગતા બે ચક્કસ નિર્દેશ થયેલા છે. મૌર્યકાલથી સમકાલીન અભિલેખોને પુરા સાંપડતો જાય છે ને મૌર્ય, શુંગ, આંધ, આંધ્રભૃત્ય અને ગુપ્ત જેવા પ્રાચીન વંશને લગતા પરાણિક વૃત્તાંતને સપ્રમાણ ઠરાવે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org