________________
અભિલેખાનુ ઐતિહાસિક મહત્ત્વ
૩૫૯
દાન જલ મૂકવાના સંકલ્પની વિધિ દ્વારા કરાતું. સૂર્યગ્રહણુ, ચંદ્રગ્રહણ, પૂર્ણિમા, અમાવસ્યા, એકાદશી, અક્ષયતૃતીયા આદિ પદનાએ દ!નનેા વિશેષ મહિમા મનાતા. દાન દેતા પહેલાં નદી સ્નાન તથા દેવવંદનનુ ય મહત્ત્વ ગણાતું. સમુદ્રતીરે કે નદીતીરે, ખાસ કરીને નદીસ ંગમના કે નદીસમુદ્રસગમના સ્થાને દાન દેવાને મહિમા વિશેષ પ્રવત તેા.૬પ
આમ અભિલેખામાં આવતા વિવિધ ઉલ્લેખા પરથી તે તે સમયના ધાર્મિ ક જીવન, ધર્માંસ ંપ્રદાયા, ધાર્મિક સંસ્થાઓ, ધાર્મિક વડા, ધાર્મિક માન્યતાઓ ઇત્યાદિ વિશે ડીક ઠીક માહિતી ઉપલબ્ધ થાય છે.
ભાષા અને લિપિ
અભિલેખા તે તે પ્રદેશની તે તે સમયની પ્રચલિત ભાષા અને લિપિના ઇતિહાસમાં ઘણી મહત્ત્વની અને પ્રમાણિત સામગ્રી પૂરી પાડે છે.
ભારતના ઘણા પ્રાચીન અભિલેખ પ્રાકૃત ભાષામાં છે. અશેકના અભિલેખ પાલિ ભાષામાં છે. એ ભાષામાં માગધી ભાષાની વિશેષ અસર વરતાય છે. ભારતીય–વના, શક-પદ્લા, કુષાણા, ખારવેલ, સાતવાહના, ઇક્ષ્વાકુ, આરંભિક પલવે, આરંભિક ક। વગેરેના અભિલેખામાં પ્રાકૃત ભાષા પ્રયાજાઈ છે. ૬ આ અભિલેખા પરથી તે તે પ્રદેશમાં તે તે કાલમાં પ્રાકૃત ભાષાનુ કેવું સ્વરૂપ પ્રચલિત હતું તેને નક્કર ખ્યાલ આવે છે તે પાલિ-પ્રાકૃત ભાષાએના ઇતિહાસના અધ્યયનમાં આ સામગ્રી ઘણી ઉપયાગી નીવડે છે. અ
ખીજી સદીથી કેટલાક અભિલેખામાં સંસ્કૃત ભાષાના ઉપયોગ થવા લાગ્યા. શરૂઆતમાં સંસ્કૃતની છાંટવાળી પ્રાકૃત ભાષા છ અને એ પછી પ્રાકૃતની છાંટવાળી સંસ્કૃત ભાષા—એવી સંક્રમણ્ અવસ્થા જોવામાં આવે છે. રાજા મહાક્ષત્રપ રુદ્રદામાં ૧ લાના શક વર્ષી ૭ર(ઈ. સ. ૧૫૦)ના જૂનાગઢ શૈલલેખમાં શુદ્ધ સંસ્કૃત ભાષા પ્રયાજાઈ છે ને તે પણ ઉચ્ચ ગદ્યશૈલીમાં.૬૯ ગુપ્તકાલથી તે લગભગ સવ` પ્રાચીન અભિલેખ સ ંસ્કૃત ભાષામાં લખાયા છે.
દક્ષિણ ભારતમાં છઠ્ઠી સદીથી તમિળ અને કન્નડ ભાષા અભિલેખામાં વપરાઈ છે. એ અગાઉ ૨ ૭–૩ જી સદીના લેખામાં પ્રયેાજાયેલી ભાષા પરથી તમિળ ભાષાના પ્રાચીન વરૂપને ખ્યાલ આવે છે. પાંચમી સદીથી તેલુગુ ભાષા પણ અભિલેખામાં વપરાઈ છે. આ અભિલેખા પરથી દક્ષિગુ ભારતની દ્રવિડકુલની ભાષાઓના ક્રમિક વિકાસ જાણવા માટે મહત્ત્વની સામગ્રો મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org