________________
૩૫૮
ભારતીય અભિલેખવિદ્યા
ચાતુવિદ્યોની પ ત વિશે જાણવા મળે છે. મૈત્રકકાલીન ગુજરાતમાં આવી પતા વલભી, આન ંદપુર, સિ ંહપુર અને જથ્યૂસર જેવાં સ્થળાએ હતી. આ બ્રાહ્મણેા ઋગ્વેદની ખચ શાખાના, કૃષ્ણ યજુર્વેદની મૈત્રાયણીય ને તૈત્તિરીય શાખાના, શુક્લ યજુર્વેદની વાજસનેયી શાખાના, સામવેદના છંદોગ શાખાના અને અથવ વેદની આથવણ શાખાના સ્વાધ્યાય કરતા હોવાનું માલૂમ પડે છે. ૧
દાન આપવાના પ્રયોજનમાં બ્રાહ્મા અગ્નિહોત્ર અને પંચ મહાયજ્ઞે(બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞ)ની ધામિ`ક ક્રિયાએ કરતા હોવાના ઉલ્લેખ આવે છે એ પણ નાંધપાત્ર છે. એવી રીતે દેવાલયને અપાતા ભૂમિદાનના પ્રયોજનમાં પૂજા, સ્વપન, ગંધ, ધૂપ, પુષ્પ-માણ્ય, દીપ ઇત્યાદિ તથા મદિરના પાદમૂલ(પૂજારી)ના ઉલ્લેખ આવે છે તેમજ ઉત્સવ–પ્રસગાએ થતાં વાઘ, ગીત અને નૃત્યના પણ નિર્દેશ આવે છે. ર કેટલાક લેખામાં બ્રહ્મ–ભાજનના પ્રબંધ દર્શાવ્યા છે. ૩
ભૂમિદાનના મુખ્ય ઉદ્દેશ ધાર્મિક છે. ભૂમિદાન દેવાથી માતાપિતાના તથા પેાતાના પુણ્યની અભિવૃદ્ધિ થાય તે પેાતાને ઐહિક તથા આમુષ્મિક ઈષ્ટક્ષની પ્રાપ્તિ થાય એવું મનાતું. ક્ષહરાત ક્ષત્રપ રાજા નહપાનના જમાઈ ઉષવાતે ત્રણ લાખ ગાયાનું દાન દીધેલું, સુવણુંનું દાન દીધેલુ, બ્રાહ્મણેાને સાળ ગામનુ દાન કરેલું, દર વર્ષે લાખ બ્રાહ્માને ભેાજન કરાવેલુ, પ્રભાસતી'માં બ્રાહ્મણાને કન્યાદાન દીધેલ, ભરુકચ્છ દશપુર ગાવન અને શૂર્પાકમાં ધમશાળાઓ, ઉદ્યાનેા, તળાવા, કૂવા વગેરે કરાવેલાં ને તાપી વગેરે નદીઓ પર મત નૌકા-વ્યવહારના પ્રબંધ કરાવેલેા.૬૨
આમ દેવાલયાની જેમ વાપી, કૂપ, તડાગ, ઉદ્યાન, ધર્મશાલા,સત્રાગાર ઇત્યાદિ પૂ કાર્ટૂના નિર્માણમાં પણ પુણ્યાનનેા ધાર્મિ ક હેતુ રહેલા હતા. ભૂમિદાનની જેમ સુવર્ણ દાન, કન્યાદાન, ગાદાન ઇત્યાદિ અન્ય દાનેને પણ મહિમા માનતા. કેટલાક રાખ્તઓ રાજ્યારાહણ પ્રસ ંગે પાતાને સુવણૅ સાથે તેાળાવતા ને એ સુવર્ણનું દાન દેતા. એને ‘તુલાપુરુષ–મહાદાન' કહેતા. એ પ્રસંગે હજારા ગામાનાં દાન દેવાતાં.૬૪
બ્રાહ્મણાને વસાવી ગ્રામનુ દાન દેવામાં આવે તેને ‘અપ્રહાર' કહેતા.
આપેલું દાન પછીના રાજાએ પણ મજૂર રાખે ને પાળે એ અંગે ભૂમિદાન કરનાર રાજા ભાવી રાજાઓને નૈતિક અનુરોધ કરતા તેમ જ દાનના અનુપાલનથી મળતા પુણ્યને લગતા અને દાનના આચ્છેદથી લાગતા પાપને લગતા પુરાણેાના શ્લેાકેા દાનશાસનમાં ઉદાત કરતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org