________________
૩૫૨
ભારતીય અભિલેખવિદ્યા
પુરાણમાં ગણાવેલા રાજવંશની સપ્રમાણતા, આનુપૂવી અને સાલવારી નક્કી કરી તેમ જ પુરાણોમાં નહિ નોંધાયેલા પછીના અનેકાનેક પ્રાદેશિક રાજવંશને પ્રકાશમાં લાવી તેઓના દેશકાલ નિશ્ચિત કરી, એ સહુ રાજ્ય તથા રાજવંશને સિલસિલાબંધ ઇતિહાસ તૈયાર કરવામાં અભિલેખાએ ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો છે. ભારતને અને ભારતના જુદા જુદા પ્રદેશને જે ઈતિહાસ હાલ ઉપલબ્ધ થયો છે, તેમાં અભિલેખોની સાધનસામગ્રી મળી ન હોત તો એમાંના અનેક રાજવંશ, સંખ્યાબંધ રાજાઓ, અનેકાનેક અધિકારીઓ અને ઘણા બધા બનાવોની વિગત સમૂળી કે મોટે ભાગે અજ્ઞાત રહી હોત. અભિલેખોએ ભારતના અનેક રાજવંશ તથા રાજાઓ વિશે વિપુલ અને સપ્રમાણ માહિતી પૂરી પાડી છે. રાજ્યતંત્ર
કૌટિલ્યના “અર્થશાસ્ત્ર' પરથી મૌર્યકાલીન રાજયતંત્રને લગતી સામાન્ય સિદ્ધાંત જાણવા મળે છે, પરંતુ એમાંની કેટલીક બાબતોને લગતી નક્કર માહિતી અશોકના અભિલેખો પરથી પ્રાપ્ત થાય છે, જેમકે યુક્ત, રજજુક અને પ્રાદેશિક જેવા ઉચ્ચ અધિકારીઓ, ધર્મ–મહામાત્રો અને ધ્યેધ્યક્ષો જેવા અધિકારી-વર્ગો, ગંધાર, કબજ, આંધ્ર, પુલિંદ વગેરે વહીવટી વિભાગે, ચોળ, પાંડથ, કેરલપુત્ર અને તામ્રપણી જેવાં પડોશી રાજ્યો વગેરે.
યૌધેય, માલવ, અર્જુનાયન, માદ્રક, આભીર, લિચ્છવિ ઈત્યાદિ ગણરાજ્યની નક્કર માહિતી અભિલેખો તથા સિક્કાઓ પૂરી પાડે છે મહાસામંત, મહામાત્ય, મહાદંડનાયક, મહાસાંધિવિવિગ્રહિક, ઉપરિક, કુમારામાત્ય, રાજસ્થાનીય, મહાલપટલિક, મહાપ્રતીહાર, દંડપાશિક, દશાપરાધિક, નગરાધ્યક્ષ, દ્રાંગિક, પ્રમાતા, બલાધિકૃત, વિષયપતિ, મહત્તર, શૌકિક, રાષ્ટ્રકૂટ, ગ્રામકૂટ આયુક્તક, વિનિયુક્તક, દૂતક ઇત્યાદિ અનેક મોટા નાના અધિકારીઓના હોદ્દાઓ વિશે તેમ જ એમાંના કેટલાક હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓ વિશે અભિલેખો માંથી માહિતી મળે છે. ૧
જુદાં જુદાં રાજ્યમાં જુદા જુદા કાળ દરમ્યાન રાષ્ટ્ર, ભુતિ, મંડલ, વિષય, આહાર, પથક, સ્થલી, નગર, ગ્રામ ઇત્યાદિ મેટાનાના વહીવટી વિભાગો પ્રચલિત હતા, તેમાંના ઘણા વિભાગો તથા પેટા-વિભાગોની વિગતો દાનશાસનો વગેરે પરથી જાણવા મળે છે, જેમ કે ગુપ્ત સામ્રાજ્ય, મૈત્રક રાજય, રાષ્ટ્રકૂટ રાજ્ય અને સોલંકી રાજ્યના વહીવટી વિભાગો. પૂર્વ ભારતમાં પુડ્ડવર્ધન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org