________________
૩૫૪.
ભારતીય અભિલેખવિદ્યા સ્થળોને પણ ઉલ્લેખ આવે છે. મૌર્ય રાજા અશોકના અભિલેખામાં આવતા ઉલ્લેખો પરથી એના રાજયની અંદર આવેલા યવન, કંબેજ, ગંધાર વગેરે પ્રદેશ ઉપરાંત એના રાજ્યની બહાર આવેલાં ચળ, પાંડવ વગેરે રાજ્યોને પણ ખ્યાલ આવે છે. મહાક્ષત્રપ રુદ્રદામા ૧ લો તથા વાસિષ્ઠીપુત્ર પુળમાવિના અભિલેખ પરથી બીજી સદીમાં પશ્ચિમ ભાનમાં આવેલા આકર, અવંતિ, અનુપ, આનર્ત, સુરાષ્ટ્ર. શ્વભ્ર, મરુ, કચ્છ, સિધુ, સૌવીર, કુકુર, અપરાંત, નિષાદ, ઋષિક, અશ્મક, મૂલક અને વિદર્ભ જેવા પ્રદેશને પરિચય થાય છે. સમુદ્રગુપ્તના અલાહાબાદ સ્તંભલેખમાં દક્ષિણાપથના અનેક રાજ્ય(જેવાં કે કેસલ, પિષ્ટપુર, કાંચી, વેંગી વગેરે)ને ઉલ્લેખ મળે છે. મૈત્રક તથા સોલંકી રાજ્યનાં દાનશાસનમાં તે તે રાજ્યના ઘણું વહીવટી વિભાગો તથા પેટાવિભાગનો તેમ જ અનેકાનેક મોટાંનાનાં નગરો તથા ગામોને નિર્દેશ પ્રાપ્ત થાય છે. આમ અભિલેખમાંના ભૌગોલિક ઉલ્લેખ છે તે સમયની ઐતિહાસિક ભૂગલના અભ્યાસ માટે મહત્વની સામગ્રી પૂરી પાડે છે. કાલગણના અને સમયાંકન
- પ્રાચીન સમયમાં કઈ ઘટના ક્યારે બની ને કો રાજા ક્યારે રાજ્ય કરતો હતો તે જાણવા માટેનું મુખ્ય સાધન અભિલેખો છે. તે તે રાજાના રાજ્યકાલમાં સમયનિર્દેશ થયો હોય તો તે સાપેક્ષ કાલાનુક્રમ માટે ઉપયોગી નીવડે છે. સળંગ સંવતનાં વર્ષ આપેલાં હોય ને એ સંવત નક્કી હોય કે નકકી થઈ શકતો હોય, તે તો તે રાજાને તથા તે ઘટનાને ચોક્કસ સમય જાણી શકાય છે. ક્ષત્રપ રાજાઓ તથા ગુપ્ત સમ્રાટોની સાલવારી અભિલેખમાં આપેલાં વર્ષો પરથી નક્કી થઈ છે. વળી સમયનિદેશમાં આપેલી વિગતો પરથી તે તે સમયે સંવત, વર્ષ, માસ, પક્ષ, તિથિ, ઋતુ, અધિક માસ, પર્વ, વાર, સંવત્સર ઇત્યાદિને લગતી કાલગણનાની કઈ કઈ પદ્ધતિ પ્રચલિત હતી તે પણ જાણવા મળે છે. ઘણું અભિલેખો સમયનિર્દેશ ધરાવતા હોઈ ઇતિહાસની કરોડરજજુ ગણાય એવા સમયાંકન માટે એ ઘણું ઉપયોગી સાધન નીવડ્યા છે. જે લેખમાં કંઈ સમયનિર્દેશ ન હોય, તે લેખની લિપિના મરેડ પરથી એનું સામાન્ય સમયાંકન થઈ શકે છે ને એના આધારે એ ઘટનાઓને અંદાજી સમય આંકી શકાય છે. ધમ
| ભારતના ઘણું અભિલેખ ધર્મ-દાનને લગતા તથા મંદિર-નિર્માણને લગતા હોઈ એમાં તે તે સમયના ધર્મસંપ્રદાય, દેવાલય, મહંતો, બ્રાહ્મણો વગેરેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org