________________
સોલંકી રાજ્યના શિલાલેખ
૩૫૧
બીજા કેટલાક પ્રાચીન રાજવંશ તથા રાજાઓ વિશે મુખ્ય માહિતી અભિલેખો જ પૂરી પાડે છે. દા. ત. ભારતીય-યવન રાજાઓ, શક-પદૂલવા રાજાઓ, કુષાણ રાજાઓ, ઉત્તરી ક્ષત્રપ, પશ્ચિમી ક્ષત્રપ, સાતવાહન રાજાઓ, આંધ્ર દેશના ઇત્ત્વાકુ રાજાઓ, ગુપ્ત સમ્રાટ, મૈત્રક રાજાઓ, મૌખરિ રાજાઓ, વાકાટક રાજાઓ, પલવ રાજાઓ, કદંબ રાજાઓ, ગંગ રાજવંશો, પ્રતીહાર રાજાઓ, ચાલુક્ય રાજાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓ, પાલ અને સેન વંશના રાજાઓ, ચાહમાન, પરમાર અને ચૌલુકય વંશના રાજાઓ, ગુહિલ રાજાઓ, દેવગિરિના યાદવ રાજાઓ, કે કણના શિલાહાર રાજાઓ વગેરે. કેટલાક રાજાએ તથા રાજવંશે તો અભિલેખ દ્વારા જ પ્રકાશમાં આવ્યા છે, જેમ કે વિદિશાનો રાજા ભાગભદ્ર, કલિંગને રાજા ખારવેલ, યશોધર્મા વિષ્ણુવર્ધન વગેરે. ઉપર જણાવેલા રાજવંશો પૈકી કોઈક જ રાજવંશની વિગતવાર માહિતી પુરાણોમાં ઉપલબ્ધ છે, બાકીના બધા રાજવંશોની વિગતવાર માહિતી તેઓના અભિલેખો પરથી જ જાણવા મળી છે. મૌય સમ્રાટ અશોક, કુષાણ રાજા કણિક્ક ૧ લો, રાજા ક્ષત્રપ નહપાનને જમાઈ ઉપવરાત, રાજા મહાક્ષત્રપ રુદ્રદામા, ગૌતમીપુત્ર શાતકણિ, ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત, વાકાટક રાણી પ્રભાવતીગુપ્તા, મૌખરિ રાજા મહાસેનગુપ્ત, ચાલુક્ય રાજા પુલકેશી ૨ જે, પલ્લવ રાજા મહેન્દ્રવર્મા ૧ લે, રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદરાજ ૩ જે, પ્રતિહાર રાજા મિહિરભોજ, પાલ નરેશ ધર્મપાલ, ચેળ સમ્રાટ રાજરાજ, પાંડવે રાજા મારવર્મા કુલશેખર ઇત્યાદિ અનેક રાજાઓની સિદ્ધિઓ તેઓના અભિલેખોમાં આપેલી પ્રશસ્તિઓ પરથી જ જાણવા મળી છે.
ગિરિનગરનું સુદર્શન તળાવ, દશપુરનું સૂર્યમંદિર, નાસિકની ગુફાઓ, નાગાજુનીકેડનાં ચૈત્યગૃહો, વિષ્ણુપદ ગિરિ વિષ્ણુધ્વજ, ઐરિકિણ(એરણ) વિષ્ણુમંદિર, મૈત્રક રાજાઓના ભૂમિદાન, સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર, આનંદપુરના વપ્રનું નિર્માણ ઈત્યાદિ બનાવોની માહિતી અભિલેખોમાં નોંધાઈ હોવાથી જળવાઈ રહી છે.
આવા અનેક રાજાઓનાં પરાક્રમ, દાન અને પૂર્તકાર્યોની માહિતી તેઓના અભિલેખોમાંથી જ ઉપલબ્ધ થાય છે. વળી અન્ય રાજાઓ સાથેની તેઓની સમકાલીનતા તેઓ વચ્ચેના સારાનરસા સંબંધ, તેઓનાં રાજ્યનો વિસ્તાર, તેઓના અધિકારીઓ, તેઓના કુટુંબ પરિવાર ઇત્યાદિની માહિતી પણ મુખ્યત્વે તેઓના અભિલેખોમાંથી જાણવા મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org