________________
સોલંકી રાજ્યના શિલાલેખ
-
૩૪૧
છે. ૭૦ તે ગુરુની આશિપોનું પાત્ર ઉદયપ્રભસૂરિ છે, જેમની પ્રતિભા રૂપી સાગરનાં મૌક્તિક જેવાં સૂક્ત (સુભાષિત) પ્રકાશે છે. ૭૧
આ ધર્મસ્થાન અને આ ધર્મસ્થાન કરાવનાર એ બે જ્યાં સુધી આ અબુંદ (આબુ) ઉદય પામે છે ત્યાં સુધી ઉદય પામો. ૭૨ - “ચુ લુક્ય (ચૌલુકયો નૃપથી જેનું ચરણ-યુગલ સેવાય છે, તેવા શ્રી સોમેશ્વરદેવે આ સુંદર ધર્મસ્થાન-પ્રશસ્તિ રચી. ૭૩
“શ્રી નેમિની તથા અંબિકાની કૃપાથી અબુદાચલ પર પ્રશસ્તિ વસ્તુપાલના કુળને કલ્યાણકારી છે. ૭૪
કેહણના પુત્ર ધાંધલના પુત્ર સૂત્ર.૩૬ ચંડેશ્વરે આ પ્રશસ્તિ કતરી.
શ્રી વિક્રમ (સવંત ૧૨૮૭ વ) ફાલ્ગણ વદિ ૩ રવિએ (રવિવારે) શ્રી (નાગૅગ)છના (શ્રી વિજય)સેનસૂરિએ પ્રતિષ્ઠા કરી.”
આબુ પર્વત પર આવેલા દેલવાડા ગામમાં આરસનાં જે વિખ્યાત જન મંદિર આવેલાં છે તેમાં ભીમદેવ ૧ લાના દંડનાયક વિમલે બંધાવેલું ‘વિમલવસતિ અને મહામાત્ય તેજપાલે બંધાવેલું “લૂણસિંહ-વસતિ ખાસ જાણીતાં છે. આમાંનું બીજુ મંદિર સામાન્ય રીતે “વસ્તુપાલ-તેજપાલના મંદિર તરીકે ઓળખાય છે પરંતુ એ ખરેખર માત્ર તેજપાલે બંધાવેલું છે.૩૭ એ મંદિરના
એક ગોખલામાં કાળા પથ્થરની એક મોટી તકતી પર આ લેખ કતરેલો છે. વિલ્સને ૧૮૨૮ માં Asiatic Researches ના Vol. XVI માં એનું ભાષાંતર પ્રગટ કરેલું. ૧૮૮૩માં પ્રે. કાથવટેએ “કીર્તિકૌમુદી'ની પુરવણીરૂપે આ લેખનો પાઠ ભાષાંતર સાથે પ્રસિદ્ધ કર્યો. ભાવનગર સંસ્થાનના આર્કિલોજિકલ ડિપાર્ટમેન્ટ પ્રકાશિત કરેલા Collection of Prakrit and Sanskrit Inscriptions માં આવો લેખ ભાષાંતર સાથે પ્રગટ થયો છે. લ્યુડસે Epigraphia Indica ના Vol. VIII માં આને વિવેચન તથા ભાષાંતર સાથે સંપાદિત કર્યો છે. ગુજરાતના ઐતિહાસિક લેખો' ના ભાગ ૨ માં એનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયું છે.૩૮
Collection of Prakrit and Sanskrit Inscriptions Hi પ્રસિદ્ધ થયેલ લેખ૩૯ અને આ લેખ લગભગ એકસરખા છે. બંનેમાં ૪૭ પંક્તિ છે, એમાં ૭૪ શ્લોક છે ને દરેક પંક્તિનો આરંભ એ જ અક્ષરથી થાય છે. છતાં એના પાઠની અંદર કેટલાક શબ્દોનો કે અક્ષરનો ફેર રહેલે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org