________________
ઉરપ
સેલંકી રાજ્યના બે શિલાલેખ વધારે બંધ બેસે છે. આ મંદિરમાં ગેગનારાયણની મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૧૧૯૬(ઈ. સ. ૧૧૩૯-૪૦)માં થઈ માલવદેશના વિય પછી ત્રણ ચાર વર્ષે.
ગગનારાયણમાં ગેગ’ શબ્દ સર્ષના અર્થમાં પ્રયોજાયો છે એવું શ્રી રત્નમણિરાવ ધારે છે ને એ પરથી આ મંદિર વિષ્ણુનું નહિ પણ નાગનું હોવાનું અનુમાન તારવે છે. ૧૫ પરંતુ સર્ષવાચક શબ્દ તો “ધેધ” છે. અહીં લેખનો આરંભ ભગવાન વાસુદેવના નમસ્કાર મંત્રથી થાય છે એ પરથી મંદિર વિષ્ણુનું હોવાનું સ્પષ્ટ છે. રાજા વીસલદેવના સં. ૧૩૧૭ના દાનપત્રમાં ૧૬ બલ્લાલનારાયણુ તથા રૂપનારાયણ નામે બે દેવનાં મંદિરોનો નિર્દેશ આવે છે. આવાં નામ પૂર્વજોનાં નામ પરથી પડ્યાં લાગે છે. એ અનુસાર “ગોગનારાયણ નામ પ્રાયઃ સેનાપતિ કેશવની માતાના નામ પરથી પડયું હશે. ૧૭
આ શિલાલેખમાં આવતા સં. ૧૨૦૨ના ઉલ્લેખે એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. લેખના પૂર્વ ભાગમાં સિંહદેવનો નિર્દેશ વર્તમાન રાજા તરીકે થયેલો છે. એ અનુસાર સં. ૧૨૦૨નું ભૂમિદાન પણ એના રાજ્યકાળ દરમ્યાન અપાયું હોવાનું લાગે. પરંતુ જયસિંહદેવ તો સં. ૧૧૯૯ના કાર્તિક માસમાં મૃત્યુ પામ્યો હોવાનું પ્રબંધ જણાવે છે, ૧૮ વળી મુસાહરિત્ર ની હસ્તપ્રતની પ્રશસ્તિમાં પણ કુમારપાલ સં. ૧૧૯૯ ના ભાવમાં રાજ્ય કરતો હોવાનું જણાવ્યું છે.૧૯ આથી વિ. સં. ૧૨૦૨ માં તે જયસિંહદેવનું નહિ પણ એના ઉતરાધિકારી કુમારપાલનું રાજ્ય ચાલતું હતું એ સ્પષ્ટ છે.
આથી આ વર્ષને જયસિહદેવના રાજ્યકાલનું નહિ ગણતાં, એના નિર્દેશવાળા વાક્યને આગળ જતાં કુમારપાલના રાજ્યકાળ દરમ્યાન ઉમેરેલું ગણવું એ જ ગ્ય છે.ર0
આમ મૂળ લેખ જયસિહદેવના સમયમાં ગોમનારાયણના મંદિરના નિમણને લગતે લખાયેલું, ને એમાં આગળ જતાં એ મંદિરને ભૂમિદાન દેવાયાની હકીકત પુરવણી રૂપે કુમારપાલના રાજ્યકાળ દરમ્યાન ઉમેરાઈ
આ ભૂમિદાન દેનાર રાણો સાંકરસીહ (શંકરસિંહ ?) હતો. એના પર ગોદ્રહક(ગોધરા)ના મહામંડલેશ્વર શ્રી વાપનદેવની કૃપા હતી. આ ઉલ્લેખ પરથી કુમારપાલના સમયના ગાદ્રહક મંડલના મહામંડલેશ્વર વિશે જાણવા મળ્યું છે.
દાનમાં દીધેલી ભૂમિ આશ્વિલિયાકડા ગામમાં હતી ને એ ગામ ઊભલોડ પથકમાં આવ્યું હતું. ઊભલેડ એ દાહોદ તાલુકાનું હાલનું અભલોડ ગામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org