________________
કેટલાંક મહત્ત્વનાં દાનશાસન
૩૧૭.
મૈત્રકવંશની જેમ આ વંશના રાજાઓની પ્રશસ્તિ પણ સામાન્યતઃ ઉચ્ચ શૈલીના સંસ્કૃત ગદ્યમાં આપેલી છે. આ વંશની પ્રશસ્તિનો મુખ્ય ભાગ પણ ગદ્યમાં છે, પણ એ પછી છેવટને થેડે ભાગ પદ્યમાં આપવામાં આવ્યો છે. એમાંનો પહેલે શ્લોક ઉપજાતિ છંદમાં છે. એમાં રાજાના પ્રતાપની સામાન્ય પ્રશસ્તિ કરવામાં આવી છે. પરંતુ પછીને લેક જે ગીતિ છંદમાં છે તેમાં એને એક ચોક્કસ પરાક્રમનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આથી આ લેક ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પહેલાં એને પૂરે શુદ્ધ પાઠ મળે નહોતો ત્યારે એને ખરે અર્થ સમજાયો નહોતો.૩૮ પરંતુ આ રાજાના બીજા દાનશાસનના આધારે પછી એને પાઠ શુદ્ધ થતાં એને ખરો અર્થ સમજાય છે.૩૯ આ અનુસાર આ રાજા જયભટે વલભીપતિના નગરમાં અર્થાત વલભીપુરમાં તજિજકે(અર)ને પરાભવ કર્યો હોવાનું માલૂમ પડે છે. નવસારીના ચાલુક્ય રાજા અવનિજનાશ્રય પુલકેશીના દાનશાસન(ઈ. સ. ૭૩૮)માં 40 નોંધ્યું છે તેમ તજિક (તાજિક) સેનાએ સેંધવ, કચ્છ, સૌરાષ્ટ્ર, ચાવોટક (ચાવડા), મૌર્ય, ગુજર આદિ રાજ્ય છતી દક્ષિણાપથ જીતવાની ઈચ્છાથી નવસારી તરફ કૂચ કરેલી, પણ ત્યાંના રાજા પુલકેશીએ એને હરાવી ત્યાંથી પાછી કાઢેલી. આ આક્રમણ સિંધના અરબ સૂબા જુનૈદની ફોજે ઈ. સ. ૭૨ ૬ ના અરસામાં કર્યું હતું.૪૧ નવસારી દાનશાસન પરથી અરબ ફોજે પહેલાં વલભી અને ભરૂચના રાજાઓને હરાવ્યા લાગે છે. તો જયભટનું આ પરાક્રમ એ અરબ ફોજની પીછેહઠ દરમ્યાન થવું હોવું જોઈએ. આ પરાક્રમ ભરૂચમાં નહિ પણ વલભીમાં થયું હોઈ, ત્યાં એ બે રાજ્યોને સંયુકત મોરચો રચાયે હશે ને એમાં જયભટે અગ્રિમ ભાગ ભજવ્યો હશે.૪૨
દાનશાસન જે અધિકારીઓને ફરમાવવામાં આવ્યું છે, તેમાં રાજા, સામંત, ભોગિક, વિષયપતિ, રાષ્ટ્રમહત્તર, ગ્રામમહત્તર અને આધિકારિકને નિર્દેશ થયો છે. ભોગિક એ ભોગ” પ્રકારનું મહેસૂલ ઉઘરાવનાર અધિકારી હશે. અથવા “ભુતિ' જે “વિષય” થી મેટે વહીવટી વિભાગ હતો તેને વડે હશે.૪૩ વિષયપતિ એ વિષય(જિલ્લા)નો વડે હતો. રાષ્ટ્રમહત્તર એ રાષ્ટ્રનો અને ગ્રામમહત્તર એ ગ્રામને મેટેરે હતો. “આધિકારિક એ પલ્લવ રાજ્યના નિયોગિક કે નૈગિક ને મળતો, નાના વહીવટી એકમ કે હોદ્દાને અધિકાર ધરાવતા અધિકારી હતો.૪૪
દાન લેવાથી દેવાલયને માટે બે પ્રકારના ખર્ચને પ્રબંધ થત–(૧) રોજની પૂજા વગેરેના ખર્ચને અને (૨) જરૂરી સમારકામના ખર્ચને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org