________________
કેટલાંક મહત્ત્વનાં દાનશાસન
હાપા
સગરાદિ ઘણા રાજા [ભૂમિને ભોગવી ગયા.
જેની જેની યદા ભૂમિ તેનું તેનું તદા ફલ. (૫) સંતાન છે અગ્નિતણું સુવર્ણ, ભૂિ વિષ્ણુની, સૂર્યસુતાય ગાય; દીધા ત્રણે લોક ગણાય તેણે, દે છે મહી ધેનું સુવર્ણને જે (૬), દીધાં અહીં દાન] પુરા નૃપાએ, ધિર્માર્થ સાથે યશ જે કરાવે, નિર્ભકત નિર્માલ્ય સમાન તેને પાછાં લઈ સજજન કેણ લે રે? (૭)
પોતે કે પારકે દીધી, યને [પાળ, યુધિષ્ઠર,
ભૂમિને, શ્રેષ્ઠ [ભૂપાલ], દાનથી શ્રેય પાલન. (૮) શ્રી કંડકણક દૂતક છે. સંવત્સર (વર્ષ) ચારસે (છવાસી આષાઢ સુદિ બારસે સં] ૪૮૬ આષાઢ સુ. ૧[૨] અદિત્ય(રવિ)વારે આ રચ્યું ને લખ્યું. મારા શ્રી જયભટના] સ્વહસ્ત (દસ્કત).”
આ તામ્રપત્ર (તાંબાનું પતરું) કાવી (તા. જબુસર, જિ. ભરૂચ)ના કપિલા બ્રાહ્મણ પાસે છે. કહે છે કે કાવીમાં ગંગેશ્વર મહાદેવના મંદિર પાછળની પાણીની ટાંકી પાંચસો સો વર્ષ પહેલાં સાફ કરેલી ત્યારે તેમાં તાંબાનાં સાત પતરાં મળેલાં, તેમાંથી બે પતરાં ગંગાસાગર (બંગાળા) ચાલ્યા ગયેલા બ્રાહ્મણ એમની સાથે લઈ ગયેલા. બાકીનાં પાંચ પતરાં પૈકી ત્રણ પતરાં રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદરાજ પ્રભૂતવર્ષના દાનશાસન(શક વર્ષ ૭૪૯)નાં ૩૪ છે, એક પતરું ચૌલુક્ય રાજા અજયપાલનું છે.૩૫ અને એક પતરું આ છે. આ પતરું ગુજરનૃપતિવંશના રાજા જયભટ ૪ થાના દાનશાસનનું બીજું પતરું છે. પહેલું પતરું ગંગાસાગર જતું રહ્યું લાગે છે.
આ દાનશાસન બે તામ્રપત્રો પર કરાયું હતું. આ પતરા પર એને, ઉત્તરાધ કરેલો છે. પહેલા પતરા પર કોતરેલા પૂર્વાર્ધમાં શાસનનું સ્થળ અને પૂર્વજોની પ્રશસ્તિ હતી તથા દાન દેનાર રાજાની પ્રશસ્તિને આરંભિક ભાગ હતો. આ પ્રશસ્તિઓ બીજા દાનશાસનેમાં પણ મળે છે; આ દાનશાસન ની મુખ્ય હકીકત આ બીજા પતરા પર કોતરેલી છે. મૂળ પતરું ૨૫ ૪૩૩ સેં. મી.(૧૦૪૧૩ ઇંચ)નું હતું, પણ એની બાજુઓના ખૂણુ તૂટી ગયા હોવાથી એ હાલ અર્ધવૃત્તાકાર લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org