________________
૩૧૪
ભારતીય અભિલેખવિદ્યા
જેણે પંચ મહાશબ્દ પ્રાપ્ત કર્યા છે તેવો મહાસામતાધિપતિ શ્રી જયભટ કુશલ (હાઈ), રાજા, સામંત, ભોગિક વિષયપતિ, રાષ્ટ્રમહત્તર, ગ્રામમહત્તર, આધિકારિક આદિ સર્વને જણાવે છે:
“તમને વિદિત થાય કે મેં માતાપિતાના અને પિતાના ઐહિક (આ લોકના) તથા આમુર્મિક (પરલકના) પુણ્ય અને યશની અભિવૃદ્ધિ માટે કેમજજુ ગ્રામમાં સ્થાપેલા પૂજ્ય આશ્રમ–દેવને ગંધ, ધૂપ, પુષ્પ, દીપ, પ્રભાતના સંગીત સત્રનું પ્રવર્તન, સમાજન, દેવાલયના તૂટેલા ભાગેલા કે પડેલા ભાગના સમારકામ કે નવા બાંધકામ આદિના કામ માટે શ્રી ભરકચછ વિષયની અંદર આવેલા કેમજજુ ગ્રામમાં ગામની પશ્ચિમ-દક્ષિણ સીમમાં પચાસ નિવર્તન માપન ભૂમિ-ખંડ, જેના ખૂટ પૂર્વે હીરક ગામ જતો રસ્ત, દક્ષિણે જમ્ભાગ્રામની સીમાની સંધિ, પશ્ચિમે જમ્ભાગ્રામથી ગેલિઅવલી ગ્રામ જતો રસ્તો (અને) ઉત્તરે કેમ જજ ગ્રામથી સહુગ્રામ જતો રસ્તો અને વટવાપી – એ રીતે ચાર ખૂંટની નિશાનીવાળું ક્ષેત્ર (ખેતર) ઉપરિકર સાથે, ભૂત-પ્રત્યાય અને વાત–પ્રત્યાય સાથે, ધાન્ય-આદેય અને હિરણ્ય–આદેય સાથે, દશાપરાધ(ના દંડ) સાથે, ઉ૫દ્યમાન વિષ્ટિના અધિકાર સાથે, ચાટ અને ભટને પ્રવેશ કરવાની મનાઈ સાથે તેમજ સર્વ અધિકારીઓને હસ્તક્ષેપ કરવાની મનાઈ સાથે, અગાઉ આપેલાં દેવદાય અને બ્રહ્મદાય સિવાય, ભૂમિચ્છિદ્રના ન્યાયે (દષ્ટાંતે), ચંદ્ર સૂર્ય સમુદ્ર ભૂમિ નદી પર્વત ટકે ત્યાં સુધીના કાલ પયત આજે આષાઢ સુદ દશમે કર્કટક રાશિમાં સૂર્યની સંક્રાંતિ થતાં પવિત્ર તિથિએ, જલ મૂકીને, દેવદાય પણ આપ્યું છે.
“જેથી એની ઉચિત પવન–આચારની રૂએ ભોગવતાં, ખેડતાં, ખેડાવતાં કે સુપરત કરતાં કેઈએ અંતરાય કરવો નહિ. અમારા વંશના કે અન્ય આગામી ભદ્ર રાજાઓએ અમારા આ દાય(દાન)ને અનુમોદન આપવું ને એનું પરિપાલન કરવું. ને જે અજ્ઞાનરૂપી તિમિરના પડળથી ઘેરાયેલી મતિ વડે એનો આચ્છેદ કરે કે કરવા દે તે ઉપપાતક સહિત પંચ મહાપાતકોથી યુકત થાય. ને ભગવાન વેદવ્યાસ વ્યાસે કહ્યું છે:
ભૂમિદાતા વસે સ્વર્ગ વર્ષો સાઠ હજાર ને છેદે કે છેદવા દે તે એટલાં નરકે વસે. (૩) ભૂમિદાય હરે છે જે જન્મે છે કૃષ્ણ સર્પ તે વસે શુષ્ક બલેમાં વિંધ્ય-નિર્જલ કાનને. (૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org