________________
અભિલેખાના વિષય
૧૪૩
તા પણ એક દાનશાસન કે।તરવા માટે બે કે ત્રણ પતરાંની જરૂર પડતી, ગુજરાતનાં દાનશાસનેામાં મૈત્રકા, ગુજ`રા, ચાલુકયા અને સાલકીનાં દાનશાસન અમ્બે પતરાં પર કોતરાયાં છે. એમાં બંને પતરાંની અંદરની બાજુ પર લખાણ કાતરવામાં આવતું ને એની બહારની બાજૂ કારી રાખવામાં આવતી. રાષ્ટ્રકૂટનાં દાનશાસન સામાન્ય રીતે ત્રણ-ત્રણ પતરાં પર કોતરાતાં. એમાં પહેલા અને છેલ્લા પતરાની બહારની બાજૂ કેરી રાખવામાં આવતી, જ્યારે વચલા પતરાની બંને બાજુ પર લખાણ કાતરાતુ ં. તામ્રપત્રની બહારની બાજૂએ અરક્ષિત રહેતી હાવાથી એને કેરી રાખવામાં આવતી. લખાણ કોતરેલી બાજૂએ એકબીજા સાથે ઘસાય નહિ એ માટે પતરાંની કાર ચારે બાજુ અંદર વાળવામાં આવતી કે એને ટીપીને જાડી બનાવવામાં આવતી. રાજવંશ લખાતા જાય તેમ પૂર્વજોની સંખ્યા વધતી જાય ને તેઓની પ્રશસ્તિનું લખાણ વધતું રહે, છતાં અને ત્યાં સુધી પતરાંની સંખ્યા એટલી જ રાખવામાં આવતી. આથી પતરાનું કદ વધારતા રહેતા ને અક્ષરાનું કદ ઘટાડતા જતા. ૩૬
યાદવ રાજા રામચંદ્રનું પૈઠણ તામ્રપત્ર(ઈ. સ. ૧૨૭૨ ) એ ત્રણ પતરાંનુ એક મેાઢું તામ્રશાસન છે. એનાં પતરાં ૫૧૨૫ સે. મી. ( ૨૦ ૢ ઈંચ ) × ૩૦૫ સે. મી.( ૧૫ ઇંચ )કદનાં છે તે એનું વજન ૨૬.૮૩ કિ. ગ્રા.( ૨,૩૦૦ તાલા ) જેટલુ છે. એમાં કુલ ૧૧૮ પંક્તિ કાતરેલી છે. એ પતરાં સાથે લગાવેલી એ કડીઓનુ વજન ૫.૩૩ કિ. ગ્રા. જેટલું છે તે વધારાનું. કડીએ સાથે પતરાનું વજન ૩૨ કિ. ગ્રા. થી વધુ થાય !૩૭
પ્રતીહાર, પાલ, સેન, ગાહડવાલ અને આહેમ જેવા વંશનાં દાનશાસન એકેક તામ્રપત્ર પર કેાતરાતાં, તેમાં પણ લાંબી પ્રશસ્તિ આપવામાં આવતી હાવાથી એનાં પતરાંની લંબાઈ લગભગ ૩૭.૫ સે. મી.(૧૫ ઇંચ)થી ૭૫ સે. મી. ( ૩૦ ઇંચ )અને ઊંચાઈ લગભગ ૩૪૩ સે. મી.( ૧૩.૫ ઇંચ )થી ૪૩ સે. મી. ( ૧૭ ઇંચ ) જેટલી રાખવામાં આવતી. એમાં ઘણી વાર સિત્તેરેક પંક્તિએ સમાવાતી. આવા એક પતરાનુ વજન કેટલીક વાર, કડી સાથે, ૧૮ કિ. ગ્રા. જેટલુ થતુ !૩૮
દક્ષિણ ભારતના ઘણા રાજવંશોનાં દાનશાસન છસાત તામ્રપત્રો પર કાતરાતાં. એમાં ખસેા-ત્રણસેા પતિ જેટલું લાંખું લખાણ કોતરાતું. સહુથી મેાટાં તામ્રશાસન ચેાળ વશના રાજાઓનાં મળ્યાં છે. રાજરાજ ૧લા(ઈ. સ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org